હેલ્ધ:ડાયાબિટીસ લિપિડ ડિસઓર્ડર અને એન્ડ્રોફ્રિનોલોજીમાં કન્સલ્ટેન્ટ ડોક્ટર રાલ્ફ અબ્રાહમ Express.co.uk સાથે વાતચીત કરતા જણાવ્યું કે, રાત્રે જો આપને વારંવાર રાત્રે પેશાબ માટે ઉઠવું પડતું હોય, પ્રમાણમાં વધુ પડતી તરસ લાગતી હોય તો સાવધાન થઇ જવાની જરૂર છે. નિષ્ણાતના મુજબ આ સમસ્યા બ્લડમાં ગ્લૂકોઝની માત્રા વધવાથી થાય છે.
2/5
કાર્બોહાઇડ્રેટસ શરીરમાંથી ઝડપથી શોષાઇ જાય છે. જેનાથી બ્લડમાં ઝડપથી શુગર લેવવ વધી જાય છે. આ સ્થિતિમાં કોમ્પ્લેક્સ કાર્બ્સ એક સારો અને સુરક્ષિત ઓપ્શન છે.જેનાથી બ્લડમાં શુગર કન્ટ્રોલમાં રહે છે.
3/5
ટાઇપ-2 ડાયાબિટીસનું નિદાન થઇ ગયા બાદ ડોક્ટર આપને લાઇફ સ્ટાઇલ બદલવાની સલાહ આપે છે. બ્લડમાં શુગર લેવલને કન્ટ્રોલ કરવા કાર્બોહાઇડ્રેટના સેવન પર પણ કન્ટ્રોલ રાખવો જરૂરી બની જાય છે. કાર્બોહાઇડ્રેટના કારણે બ્લડમાં શુગર લેવલ વધે છે.
4/5
નેશનલ હેલ્થ સર્વિસ મુજબ જો આપને પણ આવા કોઇ ચિંતાજનક લક્ષણો દેખાતા હોય તો સૌથી પહેલા જનરલ પ્રેક્ટિશનરની સલાહ લેવી જોઇએ. જનકલ પ્રેક્ટિશનર પણ આ બીમારીનું નિદાન કરી શકે છે. આવા લક્ષણો જણાતા સૌથી પહેલા બ્લડ ટેસ્ટ રિપોર્ટ પણ કરાવવી જરૂરી છે.
5/5
ડાઇપ-2 ડાયાબિટીસમાં આ સિવાય પણ કેટલાક લક્ષણો છે. જેમાં આંખમાં ઝાંખપ આવવી, થાક લાગવો, વારંવાર બગાસા આવવી. જેવા લક્ષણો જોવા મળે છે. કેટલાક કેસમાં શરીર પર દાણા કે ફોડલીઓ પણ નીકળી આવે છે.