શોધખોળ કરો
મિસ યૂનિવર્સ હરનાઝનું બ્યુટી કોન્ટેસ્ટમાં સુંદર દેખાવવાનું આ છે રાજ, જાણો મેકઅપ આર્ટીસ્ટે શું કરી કમાલ

હરનાઝ સંધૂ
1/7

વર્ષ 2021ની બ્રહ્માંડ સુંદરતાની પસંદગી કરવામાં આવી છે અને આ વર્ષે મિસ યુનિવર્સ ઈન્ડિયાની હરનાઝ સંધુની પસંદગી કરવામાં આવી છે. જો સુંદરતાના માપદંડ પર જોવામાં આવે તો હરનાઝ દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેના દેખાવમાં ગ્લોઇંગ સ્કિન અને મુલાયમ વાળનો મોટો રોલ છે. હેર અને સ્કિન કેર માટે તે શું કરે છે જાણીએ...
2/7

મિસ યુનિવર્સનાં ફિનાલે રાઉન્ડમાં હરનાઝ સંધુ અલગ અને સુંદર લાગી રહી હતી. તેણીએ ખૂબ જ સુંદર પોશાક પહેર્યો હતો એટલું જ નહીં, આ મેકઅપ અને વાળ પણ તેના સુંદર લૂકમાં વધારો કરી રહ્યા હતા.
3/7

હરનાઝ સંધુના લુકને લઈને મહિલાઓમાં ઘણો ક્રેઝ છે. ખાસ કરીને યુવતીઓ એ પણ જાણવા માંગે છે કે હરનાઝ જેવો લુક મેળવવા શું કરી શકાય.
4/7

હરનાઝ સંધુના હેરસ્ટાઈલિસ્ટ સેવિયો જ્હોન પરેરા અને મેકઅપ ડાયરેક્ટર વેન્ડીએ એક અગ્રણી મીડિયા હાઉસને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિનાલેમાં હરનાઝના દેખાવ માટે તેઓએ શું ઉપયોગ કર્યો હતો
5/7

ફિનાલે લુક માટે હરનાઝ સંધુના વાળને લોંગ લેયર લુક આપવામાં આવ્યો હતો. આ માટે હરનાઝના વાળને ગ્લોબલ હેર કલર સાથે ટોન અપ કરવામાં આવ્યા હતા જેથી તેના વાળ રીતે સુંદર દેખાય, સાથે જ વાળને વધુ આકર્ષક બનાવવા માટે હરનાઝના વાળમાં હાઇલાઇટ્સ પણ આપવામાં આવ્યા હતા. આ કારણે હરનાઝના વાળ ખૂબ જ સુંદર અને ચમકદાર દેખાતા હતા. આટલું જ નહીં, વાળમાં વોલ્યુમ જાળવી રાખવા માટે હરનાઝના વાળમાં એક્સટેન્શનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
6/7

ગ્લોબલ હેર કલર અને હેર એક્સટેન્શન માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જશે. પરંતુ જો તમે આ બંનેનો પહેલીવાર ઉપયોગ કરી રહ્યાં છો, તો ચોક્કસપણે કોઈ નિષ્ણાતની મદદ લો, તેને જાતે જ તમારા વાળમાં ન વાપરો. આમ કરવાથી તમારા વાળને પણ નુકસાન થઈ શકે છે
7/7

દરેક વ્યક્તિ માત્ર હરનાઝ સંધુના વાળ વિશે જ નહીં પરંતુ તેની ગ્લોઇંગ સ્કિનનું રાઝ પણ જાણવા માંગે છે. ફિનાલે રાઉન્ડ માટે હરનાઝ સંધુનો મેકઅપ વેન્ડી મેકઅપ આર્ટિસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. તેણી કહે છે, 'હરનાઝને હેવી મેકઅપ લુક આપવાને બદલે, લાઇટ આઇ મેકઅપ કર્યો હતો. ચહેરાને ડ્યૂવી લૂક આપવા માટે ઘણાં બ્રોન્ઝરનો ઉપયોગ કર્યો હતો. તે જ સમયે, હોઠ પર ન્યૂડ લિપસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હતો, સાથે સાથે ઘણો ગ્લોસ નાખવમાં આવ્યો હતો.
Published at : 29 Dec 2021 01:00 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
