શોધખોળ કરો
Wrinkles Home Remedies: મોંઘી ક્રિમ કે અન્ય પ્રોડક્ટથી નહિ પરંતુ આ સરળ કુદરતી ઉપચારથી ફાઇન લાઇન્સને કરો દૂર
વધતી ઉંમરની અસર સ્કિન પર બહુ ઝડપથી જોવા મળે છે. સ્કિન ઢીલી થવી. કરચલી પડી જે સમસ્યા વધવા લાગે છે. વધતી ઉંમરની અસરને સ્કિન પર ઓછી કરવા માટે આ નેચરલ રેમેડી અજમાવી શકો છો જે ખૂબ અસરકારક છે.

સ્કિન કેર ટિપ્સ
1/6

વધતી ઉંમરની અસર સ્કિન પર બહુ ઝડપથી જોવા મળે છે. સ્કિન ઢીલી થવી. કરચલી પડી જવી એ પણ એક સમાન્ય છે. વધતી ઉંમરની અસરને સ્કિન પર ઓછી કરવા માટે આ નેચરલ રેમેડી અજમાવી શકો છો જે ખૂબ અસરકારક છે.
2/6

એલોવેરા જેલ અને ઈંડાની સફેદી મિક્સ કરીને પેસ્ટ બનાવો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. એલોવેરા જેલ એ વિટામિન E નો સ્ત્રોત છે જે ત્વચા માટે બૂસ્ટર છે અને ઈંડાની સફેદી સાથે ઉત્તમ તેનં સંયોજન બને છે. એલોવેરા તેના એન્ટીઑકિસડન્ટો અને સોજા વિરોધી તત્વો સાથે શુષ્ક ત્વચાને પણ સાજા કરે છે.
3/6

લીંબુના રસમાં મધ મિક્સ કરીને ત્વચા પર લગાવો, તેમાં મોજૂદ વિટામિન સી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે.જે ફાઇન્સ લાઇને દૂર કરે છે.
4/6

પપૈયા અને કેળા બંને આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે. તેથી આ બંનેની એકસાથે પ્યુરી બનાવો અને જ્યાં પણ કરચલીઓ દેખાય કે આખા ચહેરા પર લગાવો. પપૈયા પપૈન જેવા ઉત્સેચકોથી ભરપૂર હોય છે જ્યારે કેળામાં વિટામીન ભરપૂર માત્રામાં હોય છે. આ બંને તમારી ત્વચાને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે. આ પેસ્ટ અકાળ વૃદ્ધત્વની અસર ઘટાડવામાં પણ મદદરૂપ છે
5/6

ચહેરા પર મધની માલિશ કરો. જે ત્વચાના પીએચને સંતુલિત કરે છે. કરચલી અને ફાઇન લાઇન્સની કન્ડિશનિંગ કરીને ઓછી કરવામાં મદદ કર છે.
6/6

આંખોની નીચે અને અન્ય કરચલીવાળી જગ્યાઓ પર થોડા સમય માટે નારિયેળ તેલની માલિશ કરો. નારિયેળ તેલ તમારી ત્વચાને કુદરતી ચમક આપશે. ચહેરાની કરચલીઓ દૂર કરવામાં તે ખૂબ અસરકારક છે કારણ કે નાળિયેર તેલ ત્વચા માટે હાઇડ્રેટિંગ છે.
Published at : 01 Mar 2023 11:24 AM (IST)
View More
Advertisement