શોધખોળ કરો
મહિલા દિવસ પહેલાં જાણો તમારી શક્તિ: પરિણીત મહિલાઓને મળે છે આ પાંચ મોટા અધિકાર
આગામી 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવશે, પરંતુ મહિલા સશક્તિકરણ માત્ર એક દિવસનું જ નહીં, પરંતુ દરરોજનું કાર્ય છે.

ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે, કાયદા દ્વારા સુરક્ષા અને સન્માનની ખાતરી કરવી અત્યંત મહત્વપૂર્ણ છે. ભારતીય કાયદામાં પરિણીત મહિલાઓને અનેક અધિકારો આપવામાં આવ્યા છે, જેના વિશે જાગૃત થવાથી તેઓ વધુ સશક્ત બની શકે છે. મહિલા દિવસ પહેલાં, ચાલો જાણીએ આ પાંચ મુખ્ય અધિકારો વિશે:
1/6

લગ્ન એક પવિત્ર બંધન છે, પરંતુ કમનસીબે અનેક કિસ્સાઓમાં પરિણીત મહિલાઓ અત્યાચારનો ભોગ બને છે. આવી પરિસ્થિતિમાં કાયદાકીય જ્ઞાન મહિલાઓ માટે રક્ષણ કવચ બની શકે છે. સરકાર દ્વારા મહિલાઓને સુરક્ષિત અને સશક્ત બનાવવા માટે અનેક અધિકારો આપવામાં આવ્યા છે, જે દરેક પરિણીત મહિલાએ જાણવા જોઈએ.
2/6

1. છૂટાછેડા લેવાનો અધિકાર: જો કોઈ મહિલા તેના લગ્નથી ખુશ નથી અથવા પતિ દ્વારા અત્યાચાર, બેવફાઈ, ક્રૂરતા કે શારીરિક અને માનસિક ત્રાસનો ભોગ બને છે, તો તેને છૂટાછેડા લેવાનો અધિકાર છે. હિન્દુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 હેઠળ, મહિલા પોતાની મરજીથી પતિને છૂટાછેડા આપી શકે છે અને આ માટે પતિની સંમતિ જરૂરી નથી. એટલું જ નહીં, કલમ 125 હેઠળ તે ભરણપોષણની પણ માંગણી કરી શકે છે, ખાસ કરીને જ્યારે પતિની આવક વધારે હોય.
3/6

2. સ્ત્રી ધન અને ઘરેલુ હિંસા વિરુદ્ધ સુરક્ષાનો અધિકાર: હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956ની કલમ 14 અને હિંદુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 27 મહિલાને તેના સ્ત્રી ધન પર માલિકી હક આપે છે. સ્ત્રી ધન એટલે લગ્ન સમયે મળેલી ભેટ-સોગાદો અને સંપત્તિ. વધુમાં, ઘરેલું હિંસા વિરુદ્ધ મહિલા સુરક્ષા કાયદાની કલમ 19 A હેઠળ, મહિલા ઘરેલું હિંસા સામે ફરિયાદ પણ નોંધાવી શકે છે અને સુરક્ષા માંગી શકે છે.
4/6

3. બાળકની કસ્ટડીનો અધિકાર: જો છૂટાછેડા થાય અથવા લગ્ન જીવનમાં મતભેદ હોય, તો મહિલાને તેના બાળક ની કસ્ટડી માંગવાનો અધિકાર છે. કાયદા મુજબ, ખાસ કરીને જ્યારે બાળકની ઉંમર 5 વર્ષથી ઓછી હોય, ત્યારે માતાને બાળકની કસ્ટડી મળવાની શક્યતા વધુ હોય છે.
5/6

4. ગર્ભપાતનો અધિકાર: સ્ત્રીને પોતાના ગર્ભમાં રહેલા બાળકનો ગર્ભપાત કરવાનો અધિકાર પણ કાયદા દ્વારા મળેલો છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ, 1971 હેઠળ, મહિલા ગર્ભાવસ્થાના 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકે છે અને આ માટે તેને પતિની પરવાનગીની જરૂર નથી. આ અધિકાર મહિલાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.
6/6

5. મિલકતનો અધિકાર: હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 માં 2005 માં થયેલા સુધારા અનુસાર, પુત્રીને તેના પિતાની મિલકતમાં પુત્ર જેટલો જ સમાન અધિકાર મળે છે, પછી ભલે તે પરિણીત હોય કે ન હોય. એટલું જ નહીં, મહિલા તેના પૂર્વ પતિની સંપત્તિ પર પણ યોગ્ય હક દાવો કરી શકે છે. આ કાયદો મહિલાઓને આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે.
Published at : 28 Feb 2025 07:44 PM (IST)
આગળ જુઓ
Advertisement