શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદ થયું જળબંબાકાર, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ, વરસાદે ફરી ખોલી મનપાની પોલ
Ahmedabad Rain: અમદાવાદમાં આજે સવારથી શરૂ થયેલો બફારો બપોરે 12 વાગ્યા પછી ધોધમાર વરસાદમાં ફેરવાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Ahmedabad Weather: આ ભારે વરસાદના કારણે શહેરમાં અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. સ્થાનિક વહીવટ દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી પાણી ખેંચવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
1/5

પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારો પ્રભાવિત: શહેરના પૂર્વના વિસ્તારો જેમ કે નિકોલ, ગોપાલ ચોક, દાણીલીમડા વગેરેમાં ભારે વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. ઘણા ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું હતું.
2/5

S.G. હાઈવે પર પાણી ભરાયું: શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા S.G. હાઈવે પર પણ મૂશળધાર વરસાદથી પાણી ભરાયા હતા. સર્વિસ રોડ તો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
3/5

શાળાઓ અને હોસ્પિટલો પણ બચી શકી નહીં: નિકોલમાં આવેલી એક શાળાનું પરિસર પણ પાણીમાં ગરકાવ થયું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા હતા. યુ.એન. મહેતા હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે પણ પાણી ભરાયા હતા.
4/5

ગેરકાયદેસર ડ્રેનેજ સિસ્ટમ બની મુશ્કેલીનું કારણ: હાંસોલ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલી ડ્રેનેજ સિસ્ટમ બંધ કરી દેવામાં આવતા ગટરના પાણી ઉભરાયા હતા, જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
5/5

વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા: ભારે વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ વધુ ખરાબ ન થાય તે માટે વાસણા બેરેજના દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા, જેથી શહેરનું પાણી ઝડપથી ઠરી શકે.
Published at : 15 Jul 2024 06:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
