શોધખોળ કરો
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર જવાનું ટાળજો! ઉપરવાસના વરસાદથી સાબરમતીમાં છોડાયું પાણી, સુરક્ષામાં વધારો
ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીની સપાટી વધી, તંત્ર એલર્ટ પર; નાગરિકોને નદી કિનારે ન જવાની અપીલ.
Sabarmati water release Ahmedabad: અમદાવાદ શહેરના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીનું જળસ્તર વધ્યું છે અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
1/7

Sabarmati water release Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લોકોને નદી કિનારે ન જવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં, હજુ પણ કેટલાક લોકો પાણી જોવા માટે નદીની નજીક જઈ રહ્યા છે, જે જોખમી સાબિત થઈ શકે છે.
2/7

અમદાવાદમાં છેલ્લા 30 કલાકમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેનાથી શહેરમાં સિઝનનો કુલ 110% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત, ઉપરવાસમાં થયેલા અતિભારે વરસાદના કારણે ધરોઈ અને સંત સરોવર ડેમ છલકાઈ ગયા છે. પરિણામે, વધારાનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનાથી નદીનું લેવલ સતત વધી રહ્યું છે.
Published at : 07 Sep 2025 07:18 PM (IST)
આગળ જુઓ




















