શોધખોળ કરો
Ahmedabad Rain: અમદાવાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ, ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ ગરબા કેન્સલ થવાની શક્યતા!
અમદાવાદ શહેરમાં આજે (28 સપ્ટેમ્બર)ના રોજ બપોરે 3 વાગ્યા બાદ પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી.
Ahmedabad Rain: સરેરાશ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં નરોડા રિંગ રોડ અને હંસપુરા વિસ્તારમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સાતમા નોરતે વરસાદ પડતાં ખેલૈયાઓની નવરાત્રિની મજા બગડી છે. એસજી હાઇવે પર આવેલા કેટલાક પાર્ટી પ્લોટોમાં વરસાદી પાણીના કારણે કાદવ-કિચડ થઈ ગયો હોવાથી ગરબા રમાય તેવી સ્થિતિ નથી. સાંજે 7 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ હોવાથી વધુ વરસાદની સંભાવના છે, જેના પગલે નિરાશ થયેલા ખેલૈયાઓ હવે AC ડોમના પાસ મેળવવા માટે દોડધામ કરે તેવી શક્યતા છે.
1/5

અમદાવાદ શહેરમાં દિવસભરની ગરમી બાદ પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં સરેરાશ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં તીવ્રતા વધુ હતી,નરોડા રિંગ રોડ અને હંસપુરા વિસ્તારમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. એસજી હાઇવે, મકરબા, બાકરોલ, કર્ણાવતી ક્લબ રોડ, VIP રોડ, વાસણા, સરખેજ, સેટેલાઈટ, પાલડી, ઉસ્માનપુરા, મોટેરા અને સાબરમતી સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો.
2/5

નિકોલ, વસ્ત્રાલ, વિરાટનગર, ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, જમાલપુર, મેમકો, સૈજપુર, સરદારનગર, લાંભા અને વટવા સહિતના વિસ્તારોમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો. નવા નિકોલ, એસપી રીંગ રોડ, જગતપૂર, ચાંદખેડા અને ઓગણજ રોડ સહિતના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.
Published at : 28 Sep 2025 06:20 PM (IST)
આગળ જુઓ




















