શોધખોળ કરો
ગરબા પહેલા વરસાદનું એડવાન્સ બુકિંગ! અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ, જાણો કેટલા નોરતા બગાડશે?
Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી મુજબ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા.
Ahmedabad Rain: હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે, અમદાવાદ શહેરમાં વહેલી સવારે 5 વાગ્યાથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.
1/5

Ahmedabad Rain: શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી હતી. જોકે, આગામી પાંચ દિવસ સુધી અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
2/5

આજે વહેલી સવારે 5 વાગ્યાથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે નરોડા, નિકોલ, મણિનગર, વસ્ત્રાલ અને પશ્ચિમ અમદાવાદના એસ. જી. હાઈવે, પ્રહલાદનગર, વેજલપુર, સેટેલાઈટ, શિવરંજની સહિતના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
Published at : 20 Sep 2025 03:37 PM (IST)
આગળ જુઓ





















