શોધખોળ કરો
અમદાવાદમાં ધોધમાર વરસાદ, એક કલાકમાં એક ઈંચ વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા
Ahmedabad Rain: આજે બપોરના સમયે અમદાવાદના પશ્ચિમ અને મધ્ય ઝોનમાં અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.

Ahmedabad Weather: શહેરના આ વિસ્તારોમાં માત્ર એક કલાકમાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી.
1/5

પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવે, સોલા, થલતેજ, સાયન્સ સિટી, બોપલ, ઘુમા, સેટેલાઈટ, નવરંગપુરા, નારણપુરા, વસ્ત્રાપુર, શિવરંજની, માણેકબાગ, ઘાટલોડિયા, ગોતા અને રાણીપ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
2/5

મધ્ય ઝોનમાં જમાલપુર, પાલડી, ખાડિયા, લાલ દરવાજા, એલિસબ્રિજ, આંબાવાડી, વાડજ, સુભાષબ્રિજ અને શાહીબાગ જેવા વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો.
3/5

શહેરના અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો.
4/5

જોકે, માત્ર એક ઈંચ વરસાદમાં જ શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.
5/5

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. વરસાદને કારણે શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
Published at : 09 Aug 2024 05:17 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
