શોધખોળ કરો
Weather Updates: કાળઝાળ ગરમીની સાથે હિટવેવનો અટેક, તો આ રાજ્યમાં પડશે કમોમસી વરસાદ, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Weather Updates: દેશમાં હવામાન બદલાવા લાગ્યું છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીને પાર થવા લાગ્યું છે. જો કે કેટલાક રાજ્યોમાં વરસાદની સંભાવના પણ છે.
ફાઇલ તસવીર ( ગૂગલમાંથી)
1/7

દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગરમીએ દસ્તક આપી છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીએ લોકોને ત્રસ્ત બનાવી દીધા છે. ઘણા રાજ્યોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું છે.
2/7

હવામાન વિભાગે કહ્યું છે કે, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને આસામ અને મેઘાલયના હિમાલયના વિસ્તારોમાં ભારે પવનને કારણે તોફાની વરસાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે.
3/7

નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, આ સમયગાળા દરમિયાન પવન પણ જોરદાર ફૂંકાશે. અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, કેરળમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/7

ભારતીય હવામાન વિભાગે ઓડિશા, ઝારખંડ, બિહાર, વિદર્ભ, કર્ણાટકના ઉત્તરીય ભાગો, તેલંગાણા, રાયલસીમા અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને ઘરની બહાર નીકળતી વખતે પોતાને હાઇડ્રેટ રાખવા માટે કહેવામાં આવ્યું છે.
5/7

હવામાન વિભાગે ગોવા, કોસ્ટલ કર્ણાટક, કેરળ અને માહે, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભેજવાળા પવના કારણએ વરસાદની હવામાનની આગાહી કરી છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં વરસાદની સંભાવના છે. આવતા સપ્તાહથી વરસાદ શરૂ થઈ શકે છે.
6/7

ઉત્તર પ્રદેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ દિવસ દરમિયાન આકરો સૂર્યપ્રકાશ રહેશે. બિહારના કેટલાક જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ જઈ શકે છે. અહીં હિટવેવની પણ શક્યતા છે.
7/7

દિલ્હી-એનસીઆરમાં હવામાન સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન તાપમાન 36 ડિગ્રી સુધી જઈ શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન આકાશ ચોખ્ખું રહેવાના કારણે આકરા તડકાની અસર જોવા મળી રહી છે.
Published at : 06 Apr 2024 09:05 AM (IST)
આગળ જુઓ





















