શોધખોળ કરો
SBI એ કરોડો ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, બેંકે ડેબિટ કાર્ડ પર ચાર્જ વધાર્યો, આ તારીખથી નવા ચાર્જ લાગુ થશે
દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જો તમે પણ SBI ગ્રાહક છો તો આ ફેરફારો વિશે ચોક્કસથી જાણો.
વાસ્તવમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કેટલાક ડેબિટ કાર્ડ પર વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જમાં મોટો ફેરફાર કર્યો છે. ડેબિટ કાર્ડ પર વધેલો વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ 1 એપ્રિલ, 2024થી લાગુ થશે. ઉપલબ્ધ માહિતી મુજબ, ક્લાસિક, સિલ્વર, ગ્લોબલ અને કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ્સની વર્તમાન વાર્ષિક જાળવણી ફી 1 એપ્રિલથી સુધારવામાં આવશે.
1/6

એસબીઆઈએ એમ પણ કહ્યું કે વાર્ષિક જાળવણી ચાર્જમાં આ ફેરફારો સિવાય, તે ડેબિટ કાર્ડને જારી કરવા અને બદલવા સંબંધિત ચાર્જિસમાં પણ ફેરફાર કરશે.
2/6

યુવા, ગોલ્ડ, કોમ્બો ડેબિટ કાર્ડ, માય કાર્ડ (ઇમેજ કાર્ડ) જેવા ડેબિટ કાર્ડ માટે વાર્ષિક જાળવણી હાલના રૂ. 175+ GSTથી વધારીને રૂ. 250+ GST કરવામાં આવી છે.
Published at : 28 Mar 2024 06:51 AM (IST)
આગળ જુઓ




















