શોધખોળ કરો
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરીને બનો 'લખપતિ', માત્ર 500 રૂપિયાથી શરૂ કરો રોકાણ
હાલમાં, પોસ્ટ ઓફિસ (Post Office) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ એટલે કે પીપીએફ (PPF) પર 7.10 ટકા વ્યાજ મળે છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયાનાં રોકાણ (Investment)થી ખાતું ખોલાવી શકાય છે.
ગ્રામીણ ભારતમાં આજે પણ લોકો પોસ્ટ ઓફિસ (Post Office) યોજનાઓમાં રોકાણ (Investment) કરવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે પોસ્ટ ઓફિસ (Post Office) સ્કીમમાં કોઈ જોખમ નથી. આ સિવાય તેમાં રિટર્ન પણ ઘણું સારું છે. આ જ કારણ છે કે મ્યુચ્યુઅલ ફંડ અને શેર જેવા રોકાણ (Investment)ના વિકલ્પો હોવા છતાં, સામાન્ય લોકો પોસ્ટ ઓફિસ (Post Office)ની યોજનાઓ પર સૌથી વધુ વિશ્વાસ કરે છે.
1/6

હાલમાં, પોસ્ટ ઓફિસ (Post Office) પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમ એટલે કે PPF પર 7.10 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તમે નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ. 500 સાથે PPFમાં રોકાણ (Investment) શરૂ કરી શકો છો. તમે તેમાં કોઈપણ મહત્તમ રકમ જમા કરી શકો છો. પરંતુ તમને આવકવેરાની કલમ 80C હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીની જ છૂટ મળશે.
2/6

પાકતી મુદત પર વ્યાજની આવક પણ સંપૂર્ણપણે કરમુક્ત રહેશે. તેની પાકતી મુદત 15 વર્ષ છે અને તે પછી તેને 5 વર્ષના બ્લોકમાં વધારી શકાય છે. આ યોજના હેઠળ વ્યક્તિ ફક્ત એક જ ખાતું ખોલાવી શકે છે.
Published at : 15 May 2024 07:52 AM (IST)
આગળ જુઓ





















