શોધખોળ કરો
Home Loan: હોમ લોનની અરજી કરતા પહેલા તમારે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, જાણો તેના વિશે
હાલ હોમ લોન લેવા માટે ઘણા વિકલ્પો છે. તમારે ચેક કરવું જોઈએ કે કઈ બેંક તમને સસ્તા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

નોકરી કરતી વખતે અથવા વ્યવસાય કરતી વખતે જ્યારે પણ કોઈનો પગાર વધે છે ત્યારે તે આવકનો ઉત્તમ સ્ત્રોત બની જાયે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાના માટે શાનદાર ઘર ખરીદવાનું સપનું જોવે છે. પરંતુ આજની મોંઘવારીમાં, નાની રકમથી ઘર ખરીદવું એ દરેક વ્યક્તિ માટે કપરુ છે. તેથી તમારે હોમ લોન માટે અરજી કરવી પડશે.
2/7

ઘરનું ઘર એ દરેક વ્યક્તિનું એક સપનું હોય છે. ઘર માટે લોકો પોતાની બચત સાથે હોમ લોન પણ લે છે. જો તમે પણ હોમ લોન લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો તે પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
3/7

હાલ હોમ લોન લેવા માટે ઘણા વિકલ્પો છે. તમારે ચેક કરવું જોઈએ કે કઈ બેંક તમને સસ્તા વ્યાજ દરે હોમ લોન આપી રહી છે. આ ઉપરાંત લોન રીપેમેન્ટ કરવાના નિયમો અને શરતો વિશે જાણવું જોઈએ. આ કારણે લોન પરત કરતી વખતે તમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
4/7

બેંક હોમ લોન બે પ્રકારના વ્યાજ દર પર આપે છે. એક છે ફ્લોટિંગ રેટ અને બીજું છે ફિક્સ્ડ રેટ. ફ્લોટિંગ રેટમાં હોમ લોનનો વ્યાજ દર RBI દ્વારા નક્કી કરવામાં આવતા રેપો રેટના આધારે નક્કી કરવામાં આવે છે. જો તેમાં ઘટાડો થાય છે તો હોમ લોનના વ્યાજ દર ઘટે છે. જો રેપો રેટ વધે તો લોન પર વ્યાજ વધે છે. ફિક્સ્ડ રેટમાં હોમ લોનનું વ્યાજ સમગ્ર કાર્યકાળ દરમિયાન એક સરખુ જ રહે છે.
5/7

હોમ લોન લેતા પહેલા સૌથી મહત્વનું છે કે તમારે આવક કેટલી છે. તમારે હંમેશા તમને મળતા પગાર અનુસાર જ હોમ લોન લેવી જોઈએ. તમારી હોમ લોનનો હપ્તો એટલે કે EMI ક્યારેય તમારી કુલ આવકના 50 ટકાથી વધારે હોવો જોઈએ નહીં.
6/7

હાલમાં હોમ લોન ઓવરડ્રાફ્ટ સુવિધા સાથે લેવી જોઈએ. તેનાથી એ ફાયદો થશે કે જ્યારે પણ તમારી પાસે વધારાના રૂપિયા હશે, ત્યારે તમે વધારાની રકમની ચૂકવણી કરી સરળતાથી તમારી લોનનો હપ્તો ઘટાડી શકો છો.
7/7

(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 19 May 2024 08:43 PM (IST)
આગળ જુઓ
Advertisement