શોધખોળ કરો
Advertisement

Cyrus Mistry Death: અકસ્માત બાદ સાયરસ મિસ્ત્રીની લક્ઝુરીયસ કારની થઈ ગઈ આવી હાલત, જુઓ તસવીરો
ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.

માર્ગ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું મોત
1/7

ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. સાયરસ મિસ્ત્રી બાય રોડ અમદાવાદ થી મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન પાલઘર નજીક અકસ્માત થતાં તેમનું અવસાન થયું હતું.
2/7

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ પાલઘર નજીક આવેલી સૂર્યા નદી પરના ચારોટી બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો અને તે દરમિયાન એક મહિલા તેની કાર ચલાવી રહી હતી.
3/7

આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના મોત થયા હતા. જેમાંથી સાયરસ મિસ્ત્રી પણ હતા. કારમાં બેઠેલા અન્ય બે લોકો જીવિત છે.
4/7

આ કારમાં સવાર 4 લોકોના નામ જહાંગીર દિનશા પંડોલે, સાયરસ મિસ્ત્રી, અનાયતા પંડોલ (મહિલા), દરીયસ પાંડોલે છે. જેમાંથી સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેનું આ કાર અકસ્માતમાં નિધન થયું છે.
5/7

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નદીના પહેલા પુલ પર એક ડિવાઈડર હતું અને આ કાર ખૂબ જ સ્પીડમાં હતી અને અચાનક તે બેકાબૂ થઈને ડિવાઈડર સાથે અથડાઈ હતી.
6/7

સાયરસ મિસ્ત્રીના પિતા પલોનજી મિસ્ત્રીનું આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું. સાયરસ ઉપરાંત, તેમના પરિવારમાં હવે તેમની માતા પેરીન ડુબાસ, તેમની બે બહેનો લૈલા મિસ્ત્રી અને આલુ મિસ્ત્રી છે.
7/7

સાયરસ મિસ્ત્રી ટાટા ગ્રુપના છઠ્ઠા ચેરમેન હતા. ડિસેમ્બર 2012માં રતન ટાટાએ તેમને ટાટા ગ્રુપના ચેરમેન બનાવ્યા. સાયરસ મિસ્ત્રીને 2016માં ટાટા ગ્રુપના ચેરમેન પદ પરથી હટાવવામાં આવ્યા હતા.
Published at : 04 Sep 2022 05:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
સુરત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
