શોધખોળ કરો
Goldman Sachs On Nifty: ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો આવશે, ગોલ્ડમેન સૅશે નિફ્ટી માટે આપ્યો નવો ટાર્ગેટ
Goldman Sachs Update: વર્ષ 2023ની જેમ ભારતીય શેરબજારમાં મજબૂત ઉછાળો 2024માં પણ ચાલુ રહી શકે છે. US ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલમેન સૅક્સે આગાહી કરી છે કે 2024ના અંત સુધીમાં નિફ્ટી 23,500 સુધી પહોંચી શકે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Goldman Sachs On Nifty: 9 જાન્યુઆરી 2024ના રોજ નિફ્ટી 21,544ના સ્તરે બંધ થયો હતો. મતલબ કે આ સ્તરથી પણ નિફ્ટી લગભગ 2000 પોઈન્ટ સુધી વધી શકે છે. ગોલ્ડમેન સૅક્સે માત્ર બે મહિનામાં બીજી વખત નિફ્ટીના ટાર્ગેટમાં સુધારો કર્યો છે. હાલમાં નિફ્ટી 21,544 પોઈન્ટ પર છે પરંતુ વર્તમાન સ્તરેથી વર્ષના અંત સુધીમાં તે 2000 પોઈન્ટ અથવા 9 ટકા વધી શકે છે અને નિફ્ટી 50 ઈન્ડેક્સ 23,500ની સપાટીએ પહોંચી શકે છે.
2/6

અગાઉ ગોલ્ડમેન સૅક્સે નિફ્ટી માટે 21,800નો ટાર્ગેટ આપ્યો હતો, જેને નિફ્ટીએ પહેલેથી જ સ્પર્શ કર્યો છે. ગોલ્ડમૅન સૅક્સે તેની નોંધમાં જણાવ્યું હતું કે વિદેશી રોકાણકારોને ભારતીય બજાર મોંઘું લાગી રહ્યું છે પરંતુ પ્રીમિયમ મૂલ્યાંકનની બાબત છે.
3/6

ગોલ્ડમૅન સૅક્સે જણાવ્યું હતું કે નીચા વૈશ્વિક વિકાસ દર, ચીનના વિકાસ દરમાં ઘટાડો, ઊંચા વ્યાજ દરો અને વૈશ્વિક રાજકીય ઉથલપાથલને કારણે અગાઉ પરિસ્થિતિ અનુકૂળ ન હતી. તેના કારણે નિફ્ટીનો ટાર્ગેટ 21,800 આપવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરના સમયમાં વૈશ્વિક વૃદ્ધિ અને દરની ગતિશીલતામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ગોલ્ડમેન સૅક્સે તેની નોંધમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં યુએસ ફેડરલ રિઝર્વના વલણથી પ્રભાવિત થયા બાદ તેની વિચારસરણીમાં આ પરિવર્તન આવ્યું છે.
4/6

ગોલ્ડમેન સૅશના અર્થશાસ્ત્રીઓ પણ ભારતમાં વ્યાજદરમાં કાપની અપેક્ષા રાખે છે. તેમનું માનવું છે કે ભારતીય રિઝર્વ બેન્ક 2024ના ત્રીજા ક્વાર્ટરથી વ્યાજ દરોમાં ઘટાડો કરવાનું શરૂ કરશે. જ્યારે અગાઉ ગોલ્ડમેન સૅક્સે ચોથા ક્વાર્ટરથી વ્યાજદરમાં કાપની આગાહી કરી હતી. ગોલ્ડમેન સૅક્સ અનુસાર, 2024માં ભારતનો GDP 6.2 ટકા રહેવાનો અંદાજ છે.
5/6

નોંધમાં કહેવામાં આવ્યું છે કે ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો, મજબૂત જાહેર બજાર મૂડી પ્રવાહ, પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત અને બાહ્ય દેવામાં ઘટાડો થવાને કારણે બાહ્ય સંતુલન અનુકૂળ રહે છે.
6/6

નોંધમાં કહેવામાં આવ્યું છે કે 2024માં કોમોડિટી ટીમના તેલના ભાવ સરેરાશ $81 પ્રતિ બેરલ રહેવાની આગાહી અને સેવાઓની નિકાસમાં મજબૂતાઈ પછી, અમારા અર્થશાસ્ત્રીઓએ તાજેતરમાં જ 2024માં ભારતની ચાલુ ખાતાની ખાધની આગાહીમાં 60 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો અને તેને GDPના 1.3 ટકા સુધી વધારી દીધો છે. .
Published at : 10 Jan 2024 06:31 AM (IST)
આગળ જુઓ
Advertisement





















