શોધખોળ કરો
Ayodhya Airport: PM મોદી આજે કરશે અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન, જુઓ શાનદાર તસવીરો
Ayodhya Airport: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બર 2023ના રોજ અયોધ્યામાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. અમે તમને આ એરપોર્ટની અદભુત તસવીરો બતાવી રહ્યા છીએ.

અયોધ્યા એરપોર્ટ
1/6

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના અભિષેક કાર્યક્રમ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે, 30 ડિસેમ્બર, 2023ના રોજ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે.
2/6

ઈન્ડિગોની પહેલી ફ્લાઈટ 30 ડિસેમ્બરે દિલ્હીથી અયોધ્યા માટે ટેકઓફ થવા જઈ રહી છે. ફ્લાઈટ્સનું કોમર્શિયલ ઓપરેશન 6 જાન્યુઆરી, 2024થી શરૂ થશે.
3/6

અયોધ્યાના આ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ મહર્ષિ વાલ્મીકિ ઈન્ટરનેશનલ એરપોર્ટ અયોધ્યા ધામ છે. જેનું ઉદ્ઘાટન પીએમ મોદી 30 ડિસેમ્બરે બપોરે 12.15 કલાકે કરશે
4/6

આ એરપોર્ટને તૈયાર કરવામાં કુલ 1,450 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ એરપોર્ટ કુલ 6500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે.
5/6

આ એરપોર્ટ દર વર્ષે 10 લાખ મુસાફરોને હેન્ડલ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
6/6

image 6એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો આગળનો ભાગ શ્રી રામ મંદિર જેવો બનાવવામાં આવ્યો છે. અંદર અયોધ્યા શહેર તેમજ શ્રી રામના જીવનને દર્શાવતી કલાકૃતિઓથી શણગારવામાં આવ્યું છે.
Published at : 30 Dec 2023 07:27 AM (IST)
આગળ જુઓ
Advertisement