શોધખોળ કરો
Kisan Vikas Patra: કિસાન વિકાસ પત્ર યોજનામાં રોકાણથી આટલા સમયમાં રૂપિયા થઇ જાય છે ડબલ, જલદી વધી શકે છે વ્યાજદરો
કિસાન વિકાસ પત્ર એક એવી યોજના છે જેમાં 10 વર્ષમાં પૈસા ડબલ થાય છે.

પ્રતિકાત્મક તસવીર
1/6

કિસાન વિકાસ પત્ર એક એવી યોજના છે જેમાં 10 વર્ષમાં પૈસા ડબલ થાય છે. 124 મહિનામાં ડબલ પૈસા આપતું કિસાન વિકાસ પત્ર ખૂબ જ લોકપ્રિય છે અને ઘણા લોકો તેમાં રોકાણ કરે છે.
2/6

કિસાન વિકાસ પત્ર (KVP) એ ભારતની પોસ્ટ ઓફિસોમાં પ્રમાણપત્રોના રૂપમાં ઉપલબ્ધ બચત યોજના છે. તે એક નિશ્ચિત દરની નાની બચત યોજના છે જે તમારા રોકાણને નિર્ધારિત સમયગાળામાં બમણી કરવા માટે બનાવેલ છે
3/6

હાલમાં આ સ્કીમમાં 6.9 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. કિસાન વિકાસ પત્ર (KVP) પર લાગુ પડતા વ્યાજ દરો નાણા મંત્રાલય દ્વારા કરવામાં આવેલી જાહેરાતોના આધારે સમયાંતરે બદલાઈ શકે છે અને આશા રાખવામાં આવી રહી છે કે તેના પરના વ્યાજ દરોમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે.
4/6

વર્તમાન નિયમો મુજબ, KVP પ્રમાણપત્રો ભારતમાં જાહેર ક્ષેત્રની બેંકો તેમજ પોસ્ટ ઓફિસોમાંથી ખરીદી શકાય છે. તમે ભારતીય પોસ્ટ ઓફિસમાંથી KVP પ્રમાણપત્ર ખરીદી શકો છો. આ સાથે તમે ભારતીય પોસ્ટ ઓફિસ અને પસંદગીની બેંકોમાંથી KVP એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ખરીદી શકો છો.
5/6

KVP પ્રમાણપત્ર એક પુખ્ત વ્યક્તિ પોતાના માટે અને કોઇ સગીર માટે બે પુખ્ત વ્યક્તિઓ ખરીદી શકે છે. આ સિવાય તેઓ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ટ્રાન્સફર પણ થઈ શકે છે અને એક પોસ્ટ ઑફિસથી બીજી પોસ્ટ ઑફિસમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. પોસ્ટ ઓફિસના નિયમો મંજૂરી આપે છે કે KVP ખરીદીના અઢી વર્ષ પછી રોકડ કરી શકાય છે.
6/6

આ સ્કીમમાં 1000નું રોકાણ કરી શકાય છે અને રોકાણની કોઈ છેલ્લી મર્યાદા નથી. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધુ છે, તો સિંગલ અથવા જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે. રોકાણ કર્યા પછી તમે ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી આ ખાતામાંથી પૈસા ઉપાડી શકશો નહીં. કિસાન વિકાસ પત્રની યોજનામાં પણ આવકવેરા મુક્તિ ઉપલબ્ધ છે.
Published at : 21 Sep 2022 04:18 PM (IST)
Tags :
Kisan Vikas Patraઆગળ જુઓ
Advertisement