શોધખોળ કરો
Monsoon Arrival: આગામી 2 દિવસમાં આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, જાણો ચોમાસાને લઈ લેટેસ્ટ અપડેટ્સ
Monsoon: IMDએ જણાવ્યું હતું કે આગામી 2 3 દિવસ દરમિયાન મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે.
Monsoon Arrival: પીટીઆઈ સાથે વાત કરતા, હવામાન (Weather) વિભાગના અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) 15 જૂન સુધીમાં મધ્ય પ્રદેશમાં પહોંચવાની સંભાવના છે.
1/6

દક્ષિણ પશ્ચિમ ચોમાસું (Monsoon) ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલા આવી ગયું. કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું (Monsoon) અગાઉના ચાર પ્રસંગોએ 2017, 1997, 1995 અને 1991 માં એક સાથે આવ્યું હતું.
2/6

IMD એ જણાવ્યું કે 02-04 જૂન, 2024 દરમિયાન આસામ અને મેઘાલયમાં ભારે (64.5-115.5 mm) થી ખૂબ જ ભારે વરસાદ (115.5-204.4 mm) થવાની સંભાવના છે.
Published at : 03 Jun 2024 07:53 AM (IST)
આગળ જુઓ




















