શોધખોળ કરો
PAN Card: જો ભૂલથી બે પાન કાર્ડ બની ગયા હોય તો તરત જ કરો આ કામ! નહીં તો મોટી સમસ્યા થઈ શકે છે
PAN Card Surrender: આવકવેરા વિભાગે એકથી વધુ પાન કાર્ડ સરેન્ડર કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી છે. તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ દ્વારા વધારાનું PAN કાર્ડ સરન્ડર કરી શકો છો.
પ્રતિકાત્મક તસવીર
1/6

PAN Card: આજકાલ પાન કાર્ડ સામાન્ય લોકોના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આવકવેરા રિટર્ન ફાઇલ કરવા, મિલકત ખરીદવા, ઘરેણાં ખરીદવા, બેંક ખાતું ખોલવા વગેરે જેવા દરેક મહત્વપૂર્ણ નાણાકીય કામ માટે પાન કાર્ડનો ઉપયોગ જરૂરી છે.
2/6

આવકવેરા વિભાગ પાન કાર્ડ બનાવવા માટે ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપે છે, પરંતુ ઘણી વખત પાન કાર્ડ બનાવતી વખતે એકથી વધુ વખત પાન કાર્ડ બનાવવામાં આવે છે. આવી સ્થિતિમાં એકથી વધુ પાન કાર્ડ રાખવું ગેરકાયદેસર છે. જો તમે ભૂલથી એકથી વધુ પાન કાર્ડ બનાવી લીધા છે, તો તેમાંથી એક તરત જ સરેન્ડર કરો.
Published at : 03 Oct 2022 06:47 AM (IST)
આગળ જુઓ




















