શોધખોળ કરો
અંબાલાલ પટેલની આગાહીઃ 48 કલાકમાં ગાજવીજ સાથે વરસાદનો નવો રાઉન્ડ ભુક્કા બોલાવશે
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં ચોમાસાની પરિસ્થિતિ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહીઓ જાહેર કરવામાં આવી છે, જે રાજ્યના ખેડૂતો અને નાગરિકો માટે મહત્વપૂર્ણ છે.
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી સમય માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમના અનુમાન મુજબ, આગામી 48 કલાકમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું વાતાવરણ રહેશે.
1/5

ખાસ કરીને, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, અને કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની પણ શક્યતા છે. બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક રહેશે તેવું પણ તેમનું કહેવું છે.
2/5

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 48 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થશે. ખાસ કરીને, 17 થી 22 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધશે. આ સમયગાળામાં ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે તો કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ વરસાદ પડવાની આગાહી પણ કરી છે.
Published at : 13 Aug 2025 07:13 PM (IST)
આગળ જુઓ




















