શોધખોળ કરો
Guru Purnima 2024: ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસ પર પૂજય લાલબાપુ અને ગધેથડ ગાયત્રી આશ્રમ વિશે જાણો
Guru Purnima 2024: ગુરુ પૂર્ણિમાના ખાસ દિવસ પર પૂજય લાલબાપુ અને ગધેથડ ગાયત્રી આશ્રમ વિશે જાણો
પૂજ્ય લાલબાપુ
1/8

Guru Purnima 2024: અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા આજે એટલે કે 21 જુલાઈ, 2024 ના રોજ ઉજવવામાં આવી રહી છે. હિંદુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાના તહેવારને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય લાલબાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. ગધેથડનો ગાયત્રી આશ્રમ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત છે.
2/8

વેણુનદી ડેમના કાંઠે ગધેથડ ગામમાં ગાયત્રી મંદિરનું નિર્માણકાર્ય તેઓએ શરુ કરાવ્યું હતું. વર્ષ 2014માં આ ભવ્ય મંદિરનુ કામ પૂર્ણ થયુ હતું. આ મંદિરના નિર્માણની એક ખાસીયત એ છે કે અહીં લોખંડનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. જયાં જરુર પડે ત્યાં તાંબુ અને ચાંદી જેવી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિર નિર્માણ વિદ્ધિ વિધાનથી શુભ મુહૂર્તો દ્વારા કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રમાં અનેક એવી જગ્યાઓ છે જે ગુરુ દ્નારા સ્થાપિત કરવામાં આવી હોય અને તેમના તપને લઈને ખ્યાતિ ધરાવતી હોય.
Published at : 21 Jul 2024 02:50 PM (IST)
આગળ જુઓ




















