શોધખોળ કરો
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી; સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં તૂટી પડશે
લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટેનું નાવકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે તેની વિગતો આપવામાં આવી છે.
Gujarat Rain Alert: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આગામી 3 કલાક માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે અન્ય ઘણા વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જોવા મળશે.
1/5

હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, આગામી 3 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/5

આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, નગર હવેલી જેવા 29 જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી છે. કચ્છમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
Published at : 17 Aug 2025 05:27 PM (IST)
આગળ જુઓ




















