શોધખોળ કરો
Rain Photo: જૂનાગઢ જિલ્લામાં સર્જાઈ તારાજી, અનેક ઘરોમાં પાણી ભરાતા લોકોની સ્થિતિ કફોડી બની
Rain Photo: જુનાગઢ વિસ્તારમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ
1/9

Gujarat Rain: જુનાગઢ વિસ્તારમાં મેઘ મહેર યથાવત જોવા મળી રહી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડ્યો છે.
2/9

કેશોદ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
3/9

કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વાડી વિસ્તારોના રસ્તાઓમાં નદી જેવો માહોલ સર્જાયો છે. ભારે વરસાદને કારમે ચેકડેમ અને તળાવો છલકાઈ ગયા છે.
4/9

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઘેડ પંથકમાં ફરીથી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
5/9

આ ઉપરાંત જૂનાગઢના માંગરોળ તાલુકાના સરસાલી ગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ખેતરોના પાળા તૂટવાના સમાચાર મળી રહ્યા છે.
6/9

પાળા તૂટવાથી સરસાલી ગામ વરસાદી પાણી ધુસ્યા છે. ખેતરનું ધોવાણ થઇ ગયું હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાળા તૂટવાથી સરસાલી ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
7/9

પાણીનો તેજ પ્રવાહ સરસાલી ગામની શેરીયોમાથી વહી રહ્યો છે. લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
8/9

રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 18 જુલાઇ બાદ વરસાદનું જોર વઘશે. હવામાન વિભાગની આગાહી મુજબ 17 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ભારે વરસાદનું અનુમાન છે.
9/9

કેશોદના નાની ઘંસારી ગામે પ્રાથમિક શાળામાં પાણી ઘૂસી ગયા છે. શાળાના ઓરડા સુધી પાણી પહોંચી જતા સ્થિતિ વિકટ બની છે
Published at : 14 Jul 2023 06:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
