શોધખોળ કરો
વલસાડમાં 4 ઈંચ વરસાદથી હાહાકાર: નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા, લોકોમાં રોષ
Valsad Rain: લાંબા સમયના વિરામ બાદ વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદે પ્રશાસનની તૈયારીઓની વાસ્તવિકતા છતી કરી છે.
Valsad Rain Alert: લાંબા વિરામ બાદ મેઘરાજાએ વલસાડ શહેર અને જિલ્લામાં ધોધમાર બેટિંગ શરૂ કરતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. માત્ર થોડા કલાકોમાં જ 4 ઈંચથી વધુ વરસાદ પડતાં વલસાડની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે.
1/5

શહેરના નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ, ગરનાળા અને મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને કારણે અનેક વાહનચાલકો ફસાયા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
2/5

આ વરસાદથી છીપવાડ રેલવે ગરનાળા, એમ.જી. રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. મોગરવાડી ગરનાળામાં કમરસમા પાણી ભરાતાં લોકોએ મુશ્કેલીપૂર્વક રસ્તો પાર કરવો પડ્યો હતો. મિશન કોલોની જેવી સોસાયટીઓમાં પણ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે.
Published at : 10 Aug 2025 05:08 PM (IST)
આગળ જુઓ





















