શોધખોળ કરો
Gujarat Rain: જુનાગઢમાં આભ ફાટ્યું, રસ્તાઓ પર રમકડાની જેમ કાર પાણીમાં તણાઈ
Gujarat Rain: જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જુનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે.
જુનાગઢમાં આફતનો વરસાદ
1/7

Gujarat Rain: જુનાગઢ જિલ્લામાં ફરી એકવાર આભ ફાટ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. જુનાગઢ જિલ્લામાં ફરી એક વખત વિનાશનો વરસાદ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લાની ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ગિરનાર પર્વત પરથી ધસમસતા પાણી વહી રહ્યા છે.
2/7

જુનાગઢમાં ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જુનાગઢમાં ક્યારેય ન જોયો હોય એવો વરસાદ ખાબક્યો છે.
3/7

જુનાગઢ શહેરમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.
4/7

જુનાગઢ ગીરનાર પર્વત પર ભારે વરસાદ પડ્યો છે. 2200 પગથિયા ઉપર માળી પરબ પાસે સીડી ઉપર વરસાદી પાણીની રમઝટ બોલી રહી છે. પગથીયા ઉપર વહી રહેલું પાણી જાણે સીડી ઉપર નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
5/7

જુનાગઢ શહેર અને જિલ્લામાં અતિશય વરસાદથી સ્થિતિ વિકટ બની છે. જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીથી જળબંબાકાર જોવા મળી રહ્યો છે. રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવી સ્થિતિ છે.
6/7

જુનાગઢમાં ચારેકોર અતિશય વરસાદથી રસ્તાઓ પર પાર્ક કરેલી કાર પાણી તરતી જોવા મળી હતી.
7/7

જુનાગઢમાં ગાડીઓ ફૂટબોલની જેમ ફંગાળોઈ હતી. હજુ પણ આગામી 24 કલાક ભારે રહેવાની હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે.
Published at : 22 Jul 2023 04:20 PM (IST)
View More
Advertisement




















