શોધખોળ કરો
Navsari: ડો.રઝીના કાઝીએ 20,300 ફૂટ ઊંચું શિખર માઉન્ટ યુનમ સર કરી લહેરાવ્યો તિરંગો, જુઓ તસવીરો
નવસારીની દીકરીએ અનોખી સિદ્ધિ મેળવી છે. ડો.રઝીના કાઝીએ 20,300 ફૂટ ઊંચું શિખર માઉન્ટ યુનમ સર કર્યું છે.

નવસારીની દીકરીએ અનોખી સિદ્ધિ મેળવી
1/8

ગણદેવી સહિત ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ બાદ તિરંગો લહેરાવ્યો હતો.
2/8

માઉન્ટ યુનમ હિમાચલના લાહૌલ વિસ્તારમાં લદ્દાખની સરહદની નજીક આવેલ ટ્રાન્સ હિમાલયન પર્વતમાળાનું 20,300 ફૂટ ઊંચું બર્ફીલુ શિખર છે.
3/8

દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનની સાથે ભારે પવનનો સામનો કરી નવસારીની દીકરી એ 20,300 ફૂટ ઊંચું શિખર માઉન્ટ યુનમ સર કર્યું હતું.
4/8

આ ટીમમાં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ડો.રઝીના કાઝીએ પણ ખભેથી ખભા મલાવીને શિખર સર કર્યું છે.
5/8

રઝીના કાઝીનું ગ્રુપ અમદાવાદથી 12મી ઓગસ્ટનાં દિવસે રવાના થયું હતું. આ પર્વતારોહણ કુલ 7 દિવસનું હતું
6/8

19મી ઓગસ્ટનાં સવારના 08:30 વાગ્યે ટીમના 15 સભ્યોએ માઉન્ટ યુનમ શિખર પર તિરંગો લહેરાવ્યો હતો.
7/8

સફળતાપૂર્વક આરોહણ પૂર્ણ કરીને આ દળ 21મી ઓગસ્ટનાં રોજ મનાલી બેઝકેમ્પ પર પરત આવી જતા પર્વતારોહકો અને ટ્રેકિંગ સાથે સંકળાયેલ લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
8/8

માઉન્ટ યુનમ હિમાચલ પ્રદેશમાં પીરપંજાલ શૃંખલા માં આવેલ 20,300 ફૂટ ઊંચું શિખર છે.
Published at : 23 Aug 2022 10:10 AM (IST)
આગળ જુઓ
Advertisement