શોધખોળ કરો
કાળજા કંપાવતી મોરબી હોનારતના 44 વર્ષ પૂરા, મચ્છુ ડેમ તૂટતાં શહેરમાં જોવા મળ્યું હતુ મોતનું તાંડવ, તસવીરો જોઈ આજે પણ હચમચી જશો
કાળજા કંપાવતી મોરબી હોનારતના 44 વર્ષ પૂરા, મચ્છુ ડેમ તૂટતાં શહેરમાં જોવા મળ્યું હતુ મોતનું તાંડવ, તસવીરો જોઈ આજે પણ હચમચી જશો
મોરબી હોનારત
1/10

મોરબી હોનારતના આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. 11 ઓગસ્ટ 1979 ના દિવસે બપોરના સમયે 3 વાગ્યાની આસપાસ મચ્છુ ડેમ-2 તૂટી ગયો હતો અને ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ડેમ તૂટવાના કારણે મોરબી શહેરમાં પાણી ફરી વળ્યા હતા. આ હોનારતમાં હજારો લોકોના મોત થયા હતા અને ભયંકર પૂરમાં પશુઓ તણાઈ ગયા હતા. ડેમ તૂટવાના કારણે તારાજી સર્જાઈ હતી અને મકાનો, ઇમારતો ધરાશાયી થયા હતા.
2/10

મોરબી હોનારતથી ચારેય બાજુ લોકો અને પશુઓની લાશો લટકતી જોવા મળી હતી. 11 ઓગસ્ટનો એ દિવસ મોરબી શહેર માટે કાળમુખો સાબિત થયો હતો. 44 વર્ષનો સમય પસાર થઈ ગયો છતાં મોરબીના લોકો આ દિવસને ભૂલી શકતા નથી.
3/10

તારીખ 11 ઓગસ્ટ 1979 જયારે ભારે વરસાદ વરસતા મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ તૂટી જતા વિનાશ જોવા મળ્યો હતો. માનવ ઇતિહાસે આ પહેલા ક્યારેય જોઈ ન હોય તેવી હોનારત જોઈ હતી.
4/10

ભારે વરસાદ અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે મચ્છુ 2 ડેમ તુટયો હતો. લોકો જીવ બચાવવા કંઈ કરે તે પહેલા જ પૂરના પાણી મોરબી શહેરમાં ફરી વળ્યા હતા.
5/10

હજારો માનવ જિંદગીઓ આ પૂરમાં તણાઈ ગઈ હતી. કુદરત સામે લાચાર માનવી નિસહાય બનીને કુદરતના ખેલ જોઈ રહ્યો હતો. મોરબી હોનારતમાં શહેર સ્મશાન બની ગયું હતું. શહેરની બજારો, શેરીઓ, થાંભલા અને મકાનની છત પર માનવ શબો પડયા હતા. અબોલ પશુઓ પણ તણાયા હતા. હજારોની સંખ્યામાં અબોલ પશુઓ પૂરમાં તણાયા હતા.
6/10

ત્યારે ઓછા સરકારી સાધનોને કારણે રેસ્ક્યુ અને સર્ચ ઓપરેશનમાં પણ વિલંબ થયો. રેકોર્ડ અને ઓળખ પૂર્ણ થાય તે પહેલા જ માનવ અને પશુઓમાં ઠેર-ઠેર રજડતા મૃતદેહોથી રોગચાળો ફેલાવવાનું જોખમ લાગતા સામુહિક દફનવિધિ કરી નાખવામાં આવી હતી. પરિણામે આજે પણ મોરબી હોનારતનો સાચો મૃતઆંક બહાર આવ્યો નથી.
7/10

ગુજરાત જ નહી દેશ વિદેશના લોકો પણ મોરબી હોનારતની તારીખને ભૂલ્યા નથી.
8/10

મોરબી હોનારતના 44 વર્ષ પસાર થવા છતાં હોનારતની તારીખ આવતા જ જૂની યાદો તાજી થાય છે અને સ્વજનનો ગુમાવનારા અનેક લોકોની આંખો ભીની થઈ જાય છે.
9/10

મોરબી હોનારતના આજે 44 વર્ષ પૂર્ણ થયા છે. 11 ઓગસ્ટ 1979 ના દિવસે બપોરના સમયે 3 વાગ્યાની આસપાસ મચ્છુ ડેમ-2 તૂટી ગયો હતો અને ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા.
10/10

(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે)
Published at : 11 Aug 2023 06:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
વડોદરા
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
