શોધખોળ કરો
પોલીસ વિભાગમાં ૧૧૧ ક્લાર્કની બઢતી સાથે બદલી, સરકારે આપ્યા સાતમા પગાર પંચના લાભ, જુઓ લિસ્ટ
રાજ્યની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા ૧૧૧ જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે અપાઈ બઢતી; તમામની બદલી કરાઈ.
પસંદગી પામેલા કર્મચારીઓને સાતમા પગાર પંચ અંતર્ગત લેવલ ૪ મુજબ પગાર, ૩ વર્ષ માટે હંગામી ધોરણે બઢતી; ૨ વર્ષના પ્રોબેશન પિરિયડ પર રહેશે.
1/6

રાજ્યના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ક્લાર્ક કક્ષાના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા ૧૧૧ જુનિયર ક્લાર્ક (વર્ગ ૩) ને સિનિયર ક્લાર્ક (વર્ગ ૩) તરીકે બઢતી આપવામાં આવી છે. બઢતી પામેલા આ તમામ કર્મચારીઓની બદલીના આદેશ પણ જારી કરવામાં આવ્યા છે.
2/6

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગાંધીનગર દ્વારા તારીખ ૧૫/૦૫/૨૦૨૫ ના રોજ એક હુકમ જારી કરીને પોલીસ વિભાગની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કુલ ૧૧૧ જુનિયર ક્લાર્કને સિનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ પ્રમોશન મેળવનાર કર્મચારીઓને સાતમા પગાર પંચની પે મેટ્રિક્સ મુજબ લેવલ ૪ નો પગાર ધોરણ ₹૨૫,૫૦૦-૮૧,૧૦૦ નો લાભ આપવામાં આવશે.
Published at : 15 May 2025 10:43 PM (IST)
આગળ જુઓ





















