શોધખોળ કરો
Advertisement

Gujarat Rain: 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ, સોનગઢમાં 7 ઈંચથી વધુ
Gujarat Rain: 2 વાગ્યા સુધીમાં રાજ્યના 99 તાલુકામાં વરસાદ, સોનગઢમાં 7 ઈંચથી વધુ

તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ
1/7

અમદાવાદ: રાજ્યમાં ફરી એક વખત વરસાદનો બીજો રાઉન્ડ શરુ થયો છે. હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં બપોરના 2 વાગ્યા સુધીમાં 99 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઓલણ નદીના પાણી તાપીના પંચોલ ગામમાં ઘૂસ્યા છે. ઓલણ નદીના પાણીથી પંચોલ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. પંચોલ ગામની આશ્રમ શાળામાં પાણી ભરાયા છે. આશ્રમ શાળામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NDRFની ટીમે ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ ઑપરેશન કર્યું. આશ્રમ શાળામાંથી બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.
2/7

સોનગઢ તાલુકામાં તેમજ ઉપરવાસમાં પડેલા વરસાદ વચ્ચે રોડ રસ્તા પાણી પાણી થયા છે. સોનગઢથી ટોકરવા થઈ વ્યારાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. સોનગઢથી સાપુતારા તરફ જતા માર્ગ પર પણ પાણી ફરી વળ્યા છે. માર્ગ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે. તાપી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
3/7

તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર પાણી ભરાયા છે. કાટગઢ ગામની સીમમાં પાણી ભરાઈ જતાં હાઇવે બંધ કરાયો છે. હાઇવે બંધ કરવામાં આવતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે. સોનગઢ સુરત હાઇવે પર પાણી ભરાઈ જતાં સમસ્યા વધી છે. નેશનલ હાઇવે નંબર 53 પર પાણી ફરી વળ્યા છે.
4/7

દક્ષિણ ગુજરાત પર વધુ એકવાર વરસાદી આફતનો ખતરો ઉભો થયો છે. સુરત, નવસારી અને નર્મદા જિલ્લા પર આકાશી આફતની આગાહી વ્યકત કરવામાં આવી છે. આ આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે.
5/7

હવામાન વિભાગના મતે પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે અને મધ્યમથી હળવા વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. આજે છોટાઉદેપુર, નર્મદા અને સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરાયું છે. બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ બોટાદ અને ભાવનગરમાં છૂટ્ટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.
6/7

જ્યારે અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહિસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં છૂટ્ટાછવાયા ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરાયું છે.
7/7

આવતીકાલે ભરૂચ, સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે આવતીકાલે ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. આવતીકાલે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં વરસાદનું યલો એલર્ટ જારી કરાયું છે.
Published at : 02 Sep 2024 03:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
