શોધખોળ કરો
Teacher’s Day 2023: વલસાડની આ સ્કૂલમાં ધો.1થી વિદ્યાર્થીઓને અપાય છે કમ્પ્યુટરની તાલીમ, શિક્ષકો ઘડી રહ્યા છે બાળકોનું ભવિષ્ય
શિક્ષકોના કાર્યની કદર કરવા અને તેઓના સન્માનમાં 5 સપ્ટેમ્બરનો દિવસ આપણે ‘શિક્ષક દિન’ તરીકે ઊજવીએ છીએ. રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી શાળાઓ પણ આજે સ્માર્ટ સ્કૂલો બની રહી છે.
વલસાડ જિલ્લામાં આવેલી કકવાડી પ્રાથમિક શાળા
1/7

વલસાડ જિલ્લામાં સ્થિત કકવાડી પ્રાથમિક શાળા (KPS) સ્માર્ટ સ્કૂલિંગનું આવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. કકવાડી પ્રાથમિક શાળાના શિક્ષકોના સમર્થન અને માર્ગદર્શને શાળાની સફળતામાં, યુવા વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપવામાં અને તેમની પ્રતિભાઓનું સંવર્ધન કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના અથાક પ્રયાસોના કારણે કકવાડી પ્રાથમિક શાળા ગુજરાતમાં ગુણવત્તાયુક્ત શિક્ષણની દીવાદાંડી બની છે, જે અસંખ્ય વિદ્યાર્થીઓના જીવનને ઉજાળે છે.
2/7

આદિજાતિ વિસ્તારમાં દરિયાકાંઠાથી એક કિલોમીટરના અંતરમાં આવેલી આ શાળા ઘણા પડકારો વચ્ચે કાર્યરત હતી. અહીં ખારાશનું પ્રમાણ વધારે હતું અને શાળા પરિસરની આસપાસ ગ્રીન બેલ્ટનો અભાવ વર્તાતો હતો. જો કે વિદ્યાર્થીઓની ક્ષમતાને વિકસિત કરવા તેમજ પર્યાવરણનું શિક્ષણ આપવા માટે, આ શાળાએ પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
Published at : 04 Sep 2023 05:55 PM (IST)
આગળ જુઓ





















