શોધખોળ કરો
મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં શિવમય માહોલ, જુઓ તસવીરો
મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં શિવમય માહોલ, જુઓ તસવીરો

શિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ તળેટીમાં શિવમય માહોલ
1/6

જૂનાગઢ: આજે મહાશિવરાત્રિના મેળાના ત્રીજા દિવસે ભવનાથ પંથક શિવમય માહોલમાં જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોનું આગમન આજે પણ અહીં યથાવત જોવા મળ્યું છે. આ તકે યુવાન હોય કે વૃદ્ધ દરેક આશ્થાપૂર્વક ભોલેનાથને શિશ ઝૂકવતા નજરે પડ્યા હતા. ભવનાથ મહાદેવના દર્શન કર્યા બાદ ભાવિકોએ ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું.
2/6

બીજી તરફ મહાશિવ રાત્રિના મેળામાં શાહી સ્નાન અને શાહી રવેડી મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર હોય છે. જેને લઈને હરીગીરી બાપુએ જણાવેલ કે શાહી સ્નાન અને શાહી રવેડીએ અલૌકિક બાબત છે. ભગવાન શિવની વિવાહ સમયે નીકળેલ જાનએ ભાવથી આ પ્રક્રિયા કરાઈ છે.
3/6

શાહી સ્નાન સમયે અનેક અલૌકિક જીવ જાણે કે શિવ રૂપે જ ભવનાથમાં આવેલ હોય અને બાદમાં મૃગી કુંડ ખાતે શાહી સ્નાન કરતા હોય છે તેવું પણ હરીગીરી બાપુએ જણાવ્યું હતું.
4/6

આજે મહાશિવ રાત્રિના મેળાનો ત્રીજો દિવસ છે. ત્યારે હજુ આગામી બે દિવસ હવે ભાવિકોની સંખ્યામાં ઉતરોતર વધારો જોવા મળશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
5/6

મહાશિવ રાત્રિના અવસરે ભાવિકોનું ઘોડા પૂર ભવનાથ પંથકમાં ઉમટી પડતું હોય છે. મહાશિવરાત્રી પર્વ પર જૂનાગઢ ખાતે યોજાનારા મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે.
6/6

પાંચ દિવસ માટે શિવરાત્રીના મેળામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવશે. અલગ-અલગ જિલ્લામાંથી આવતા શ્રદ્ધાળુઓને પોતાના વાહનો પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસે AI ટેકનોલોજીના અપનાવી છે.
Published at : 24 Feb 2025 06:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
