શોધખોળ કરો
ટ્રેપ શૂટિંગમાં ભારતને સિલ્વર મેડલ, સુરેંદ્રનગરના બખ્તિયારૂદિન મલિકે મેડલ કોરોનાથી મૃત્યુ પામેલા માતાને સમર્પિત કર્યો , જુઓ.....
જુનિયર વર્લ્ડ ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં બખ્તિયારૂદિન મલિક
1/5

Trap Shooting Madel : પેરુમાં યોજાયેલી જુનિયર વર્લ્ડ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપમાં સુરેંદ્રનગરના દસાડાના બખ્તિયારૂદિન મલિકે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. બખ્તિયારૂદિન ભારતીય ટ્રેપ શૂટર્સની ટીમમાં ટોપ થ્રીમાં સ્થાન ધરાવે છે અને હવે તે આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં બીજા સ્થાને જીત મેળવીને સિલ્વર બોય બની ગયો છે.
2/5

બખ્તિયારૂદિન મલિકના પિતા મુઝાહીદભાઈમાંથી પ્રેરણા લઇને બખ્તિયારે પણ ટ્રેપ શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું અને ઉતરી ગયો મેદાનમાં.પુત્રને ચેમ્પિયન બનાવવા માટે પિતાએ પણ કોઈ કસર ન છોડી. તેના કારણે જ બખ્તિયારૂદિન ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં જૂનિયર તેમજ સિનિયરમાં પણ બે વાર ચેમ્પિયન બન્યો..બાદમાં તે નેશનલ રમવા ગયો. જ્યાં તેણે પહેલા ટોપ-15માં અને પછી ટોપ થ્રીમાં સ્થાન મેળવીને ભારતીય ટીમમાં સ્થાન પાક્કું કરી દીધું.
Published at : 26 Oct 2021 02:26 PM (IST)
આગળ જુઓ




















