શોધખોળ કરો
Saurashtra Rain: પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી
Saurashtra Rain: પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
1/6

અમદાવાદ: સૌરાષ્ટ્રમાં મેઘરાજા મેહરબાન થયા છે. પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આ ચારેય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. પોરબંદર, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
2/6

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઇ રેડ એલર્ટ રહેશે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
3/6

સૌરાષ્ટ્રમાં આજે પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને ભાવનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
4/6

મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર અને દાહોદમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટની આગાહી હવામાન વિભાગે કરી છે.
5/6

શિયર ઝોન, ઓફશૉર ટ્રફ અને સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.
6/6

અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. (તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 20 Jul 2024 01:57 PM (IST)
આગળ જુઓ
Advertisement




















