શોધખોળ કરો
આપના આધારકાર્ડ સાથે કેટલા મોબાઈલ નંબર છે લિંક, આ રીતે જાણો, સમજો સ્ટેપ બાય સ્ટેપ
તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે? જો તમને ખબર ન હોય તો જાણી શકાય છે. કારણ કે જો તમારા આધાર કાર્ડમાંથી લીધેલ સિમનો દુરુપયોગ થાય છે તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

કોઈપણ વ્યક્તિને મોબાઈલ પર વાત કરવા માટે નંબરની જરૂર પડે છે. અને તેના માટે સિમ કાર્ડ જરૂરી છે. સિમ કાર્ડ ખરીદવા માટે, તમારે માન્ય ડોક્યુમેન્ટ આપવા પડે છે.
2/7

પરંતુ સામાન્ય રીતે લોકો સિમ કાર્ડ ખરીદવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. સિમ ખરીદવા માટે આધાર કાર્ડ સૌથી કોમન ડોક્યુમેન્ટ છે.
3/7

પણ શું તમે જાણો છો. તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર લિંક છે? જો તમને ખબર ન હોય તો જાણી લો. કારણ કે જો તમારા આધાર કાર્ડમાંથી લીધેલ સિમનો દુરુપયોગ થયા તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.
4/7

સરકાર દ્વારા નિર્ધારિત નિયમો અનુસાર, એક આધાર કાર્ડમાંથી 9 સિમ કાર્ડ લઈ શકાય છે. કારણ કે જો કોઈના ઘરમાં જરૂર હોય તો તે પોતાના પરિવારના કોઈપણ સભ્ય માટે આધાર કાર્ડ સાથે સિમ કાર્ડ મેળવી શકે છે.
5/7

પરંતુ જો અન્ય લોકો તમારા આધાર કાર્ડ પર સિમનો ઉપયોગ કરી રહ્યાં છે. તો આવી સ્થિતિમાં તમે ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં જઈને મદદ લઈ શકો છો.
6/7

તમારા આધાર કાર્ડ સાથે કેટલા નંબર જોડાયેલા છે? આ માટે તમે tafcop.sancharsaathi.gov.in સાઇટ પર જઈને શોધી શકો છો.
7/7

આ સાઈટ પર જઈને સૌથી પહેલા તમારે તમારો નંબર એન્ટર કરવાનો રહેશે. તે પછી કેપ્ચા એન્ટર કરવાનો રહેશે. આ પછી, તમારા મોબાઇલ પર એક OTP મોકલવામાં આવે છે અને તમારે તેને એન્ટર કરો. બાદ આપ જાણી શકશો કે, આપના આધારકાર્ડ સાથે કેટલા નંબર લિંક છે.
Published at : 23 Feb 2024 07:46 PM (IST)
આગળ જુઓ
Advertisement