દેશભરમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. સેકન્ડ વેવમાં યુવા પણ સંક્રમિત થઇ રહ્યાં છે. હજારોની સંખ્યામાં લોકો રોજ જીવ ગૂમાવી રહયાં છે. આ સ્થિતિમાં રોગપ્રતિકારશક્તિ જ રક્ષા કવચ છે. ઇમ્યુનિટી વધારવાનું બેસ્ટ ઓપ્શન બ્રોકલી અને મશરૂમ છે.
2/5
બ્રોકલી અને મશરૂમ વિટામિન ડી અને સીનો સારો સ્ત્રોત છે. આ બ્રોકલી અને મશરૂમ ખાવાથી વિટામીન ડી-સીની સાથે કેલ્શિયમ અને ફાઇબર પણ મળે છે.
3/5
મશરૂમ અને બ્રોકલીનું સલાડ લેવાથી એક નહી અનેક ગણા ફાયદા થાય છે. સલાડ તૈયાર કરવા માટે ઓલિવ ઓઇલમાં મશરૂમને તળો, તેમાં બ્રોકલી મિક્સ કરો અને તેના પર ઓલિવ ઓઇલ છાંટો, તેમાં અજમાનો પાવડર નાખો અને મશરૂમ, બ્રોકલીની સારી રીતે મિક્સ કરી દો.
4/5
આ સલાડને ડિનર અથવા તો લંચના બદલે લઇ શકાય છે. એક બાઉલ આ સલાડનું સેવન ઇમ્યુનિટી વધારવાની સાથે વજન ઉતારા માટે પણ કારગર છે.
5/5
મશરૂમ વિટામિન ડીનો સારો સ્ત્રોત છે, કોરોનાની મહામારીના આ સમયમાં વિટામિન-ડીનો મોટો રોલ છે.ટી સેલ્સ અને સી સેલ્સને ઇન્મ્યૂન સેલ કહેવાય છે. આ સ્થિતિમાં મશરૂમ અને બ્રોકલી વિટામીન ડીથી ભરપૂર હોવાથી તેનો ઇમ્યૂન સિસ્ટમને સ્ટ્રોન્ગ બનાવવામાં મહત્વની ભૂમિકા છે.