શોધખોળ કરો
આધાર કાર્ડમાં આટલી વસ્તુ ઘર બેઠા ફ્રીમાં અપડેટ કરી શકાશે, સરકારે ડેડલાઈન વધારી દીધી
Free Aadhaar update: જો તમે તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવા ઈચ્છો છો, તો UIDAIની વેબસાઈટ પર જાઓ અને આ કામ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરો. આ માટે UIDAI પોર્ટલ પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
Aadhaar Card Free Update Deadline: જો તમે છેલ્લા 10 વર્ષમાં એકવાર પણ તમારું આધાર કાર્ડ (Aadhaar Card Free Update) અપડેટ કર્યું નથી, તો તમારા માટે મહત્વના સમાચાર છે.
1/8

આધાર ફ્રીમાં અપડેટ કરાવવાની (Fee Aadhaar Card Update Deadline) સમયમર્યાદા 14 જૂન 2024ના રોજ સમાપ્ત થઈ રહી હતી. હવે તેને ત્રણ મહિના માટે 14 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે હવે આધાર ધારકો કોઈપણ પૈસા ચૂકવ્યા વિના 90 દિવસની અંદર આધારમાં દાખલ કરેલી માહિતી બદલી શકશે. અહીં નોંધનીય બાબત એ છે કે મફત આધાર અપડેટ ફક્ત ઓનલાઈન જ થઈ શકે છે. તમારે આધાર કેન્દ્ર પર જઈને આધાર સંબંધિત કોઈપણ માહિતી સુધારવા માટે પૈસા ચૂકવવા પડશે.
2/8

હાલમાં આધાર કાર્ડ (Aadhaar Card Free Update) અપડેટની સુવિધા મફતમાં આપવામાં આવી રહી છે. તમે UIDAI પોર્ટલ પર જઈને 14 જૂન સુધી તમારું આધાર કાર્ડ (Aadhaar Card Free Update) મફતમાં અપડેટ કરી શકો છો. મફતમાં આધાર અપડેટ કરવાની આ તમારી છેલ્લી તક છે.
Published at : 14 Jun 2024 08:22 AM (IST)
આગળ જુઓ





















