શોધખોળ કરો
Heavy Rain Alert: 3 જૂલાઈ સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, સાત દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી
Heavy Rain Alert: 3 જૂલાઈ સુધી દેશમાં ભારે વરસાદનું એલર્ટ, સાત દિવસ સુધી ધોધમાર વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/7

નવી દિલ્હી: દેશના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ અને કેટલાક ભાગોમાં વધુ વરસાદ પડી રહ્યો છે. ચોમાસાની અસર લગભગ દરેક રાજ્યમાં જોવા મળી રહી છે. ક્યાંક ભારે વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે, જ્યારે ક્યાંક લોકો હજુ પણ ગરમીથી પરેશાન છે. આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. IMD અનુસાર, 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. ઘણી જગ્યાએ ભારે પવન સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.
2/7

હવામાન વિભાગ અનુસાર, 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 27-28 જૂન દરમિયાન તમિલનાડુમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
3/7

27 જૂનથી 3 જુલાઈ દરમિયાન કર્ણાટકમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 29 જૂન અને 3 જુલાઈ દરમિયાન કેરળ અને તેલંગાણામાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 27 જૂનના રોજ સૌરાષ્ટ્રમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્રના જિલ્લાઓને લઈ રેડ એલર્ટ આપ્યું છે.
4/7

27 જૂનથી 3 જુલાઈ દરમિયાન પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 27-29 જૂન દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
5/7

29 જૂનથી 2 જુલાઈ દરમિયાન ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
6/7

27 જૂનથી 3 જુલાઈ દરમિયાન વિદર્ભ અને 30 જૂનથી 2 જુલાઈ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. 27 જૂનથી 3 જુલાઈ દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં મોટાભાગના સ્થળોએ વીજળી પડવાની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.
7/7

1 જુલાઈના રોજ અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. 27 જૂન અને 2 જુલાઈના રોજ નાગાલેન્ડમાં ભારે વરસાદની આગાહી છે.
Published at : 27 Jun 2025 04:54 PM (IST)
આગળ જુઓ
Advertisement





















