શોધખોળ કરો
Jammu Kashmir: બડગામમાં ટીવી કલાકારની ગોળી મારીને હત્યા, ઘરમાં શોકનો માહોલ

અમરીન ભટ્ટ (ફાઈલ ફોટો)
1/5

જમ્મુ અને કાશ્મીરના બડગામ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ દ્વારા એક મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તેના ભત્રીજાને ઈજા થઈ હતી.
2/5

મહિલાની ઓળખ અમરીન ભટ્ટ તરીકે થઈ છે. કાશ્મીર ઝોનની પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું કે સાંજે લગભગ 7.55 વાગ્યે, આતંકવાદીઓએ જિલ્લાના ચદૂરા વિસ્તારના હુશરૂના રહેવાસી ખજીર મોહમ્મદ ભટની પુત્રી અમરીન ભટ્ટને ઘરમાં ગોળી મારી દીધી હતી.
3/5

અમરીન ભટ્ટને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. જણાવી દઈએ કે અમરીન ભટ્ટ ટીવી કલાકાર હતી.
4/5

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં મહિલાનો 10 વર્ષીય સગીર ભત્રીજો ફરહાન ઝુબેર પણ ઘાયલ થયો છે. ઘટના સમયે તે ઘરે હતો અને તેના હાથમાં ગોળી વાગી હતી. આ ઘટના બાદ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને હુમલાખોરોને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
5/5

આ ઘટના બાદ અમરીન ભટ્ટના ઘરમાં શોકનો માહોલ છે. જમ્મુ-કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ બડગામમાં ટીવી એક્ટર અમરીન ભટ્ટની આતંકી હત્યાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે અમે આતંકવાદી ઇકોસિસ્ટમને ખતમ કરવા માટે કટિબદ્ધ છીએ જે સરહદ પારથી વધારાના સૈનિકો પ્રાપ્ત કરવાનું ચાલુ રાખે છે.
Published at : 26 May 2022 06:43 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
