શોધખોળ કરો
Inside Photos: આલિશાન અને અદભૂત છે મુકેશ અંબાણીનું Jio World Plaza, જુઓ અંદરની તસવીરો....
આ મૉલની અંદરની તસવીરો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ, જે જોઇને તમે પણ દંગ રહી જશો...

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Jio World Plaza Inside Photos: આજે 1લી નવેમ્બર, 2023ના દિવસે ભારતના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાના જિઓ વર્લ્ડ પ્લાઝાને ખુલ્લુ મુકી દીધુ છે. હવે દેશવાસીઓ આ લક્ઝરી મૉલ્સમાં ખરીદી કરવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે મુંબઈમાં ભારતનો સૌથી લક્ઝુરિયસ મૉલનું ઓપનિંગ કરી દીધુ છે. આ મૉલની અંદરની તસવીરો અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ, જે જોઇને તમે પણ દંગ રહી જશો...
2/7

ભારતનો સૌથી મોંઘો મૉલ જિઓ વર્લ્ડ પ્લાઝા (Jio World Plaza) બાંદ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) માં ઓપન થયો છે. આ મૉલ દેખાવમાં તો લક્ઝૂરિયસ છે જ પરંતુ અહીં ઉપલબ્ધ વસ્તુઓ પણ એકદમ લક્ઝૂરિયસ છે.
3/7

આ ભવ્ય મૉલ લક્ઝરી શૉપિંગ માટે તૈયાર છે. જિઓ વર્લ્ડ પ્લાઝા એક અનોખા શૉપિંગ અનુભવનું કરાવતો દેશનો સૌથી અસાધારણ મૉલ છે.
4/7

તેની પાસે ખરીદી કરવા માટે બહુવિધ બ્રાન્ડ્સ છે, જેમાં VIP ગેટકીપર અને પૉર્ટર સહિતની સેવાઓની કેટેગરી છે, જે તેના ગ્રાહકો માટે લક્ઝરી શૉપિંગ અનુભવને વધારશે.
5/7

લક્ઝરી બ્રાન્ડ્સ ઉપરાંત જિઓ વર્લ્ડ પ્લાઝા (Jio World Plaza) એક ઇમર્સિવ એક્સપીરિયન્સ આપે છે. તેના આંતરિક ભાગમાં કમાનવાળી છત અને સુંદર લાઇટિંગ વ્યવસ્થા છે.
6/7

જિઓ વર્લ્ડ પ્લાઝા મૉલ ચારે બાજુથી સોનેરી રંગથી ઢંકાયેલો છે જે લોકોને આકર્ષે છે. તે એક મોટીફેશન સેન્સ પણ દર્શાવે છે.
7/7

આ જિઓ વર્લ્ડ પ્લાઝામાં કાર્ટિયર અને બલ્ગારી જેવા જાણીતી જ્વેલર્સ, લૂઈસ વિટન, ડાયો અને ગુચી જેવા ફેશન હાઉસ સહિતની બ્રાન્ડની કેટેગરી છે. આ ઉપરાંત લક્ઝરી ઘડિયાળ ઉત્પાદક IWC Schaffhausen અને પ્રીમિયમ એસેસરીઝ ઉત્પાદક રિમોવા પણ સામેલ છે.
Published at : 01 Nov 2023 11:28 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
