શોધખોળ કરો
કંચનજંગા એક્સપ્રેસ સાથે ટકરાઇ માલગાડી, જુઓ બંગાળ ટ્રેન દુર્ઘટનાની ડરામણી તસવીરો
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે અને અહીં કંચનજંગા એક્સપ્રેસને એક માલગાડીએ પાછળથી ટક્કર મારતાં અકસ્માત થયો છે. ટ્રેન અગરતલાથી સિયાલદાહ જઈ રહી હતી.
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે
1/7

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે અને અહીં કંચનજંગા એક્સપ્રેસને એક માલગાડીએ પાછળથી ટક્કર મારતાં અકસ્માત થયો છે. ટ્રેન અગરતલાથી સિયાલદાહ જઈ રહી હતી. દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે જ્યારે 20-25 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. આ ટ્રેન અકસ્માત સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો.
2/7

આ પછી જે તસવીરો સામે આવી છે, તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ટક્કર બાદ ટ્રેનના કોચ બીજા કોચ પર ચઢી ગયા હતા. જ્યારે ત્રણ બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. ખરાબ રીતે ફસાઈ ગયેલા કોચને ગેસ કટરની મદદથી કાપવામાં આવી રહ્યા છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘટનાસ્થળે બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
3/7

નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલ્વે (NFR) એ આ ઘટના પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેમને ન્યૂ જલપાઈગુડીના રંગાપાનીમાં થયેલા અકસ્માતની માહિતી મળી છે. નિવેદન અનુસાર, 'એક માલગાડી સિયાલદહ જતી DN કંચનજંગા એક્સપ્રેસ સાથે પાછળથી ટકરાઈ હતી.'
4/7

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ દુર્ઘટના પર ટ્વીટ કર્યું અને લખ્યું, 'NFR ઝોનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો છે. બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. રેલવે, NDRF અને SDRF સાથે મળીને કામ કરી રહ્યા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે.
5/7

ઈમરજન્સી મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. 20-25 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ભારે વરસાદ વચ્ચે સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી ચાલી રહી છે.
6/7

કંચનજંગા એક્સપ્રેસ ન્યૂ જલપાઈગુડી સ્ટેશનથી સિયાલદહ માટે રવાના થઈ તેના તરત બાદ આ દુર્ઘટના થઇ હતી. કંચનજંગા એક્સપ્રેસ અગરતલાથી કોલકાતાના સિયાલદહ જઈ રહી હતી. સિયાલદહ સ્ટેશન પર ઈમરજન્સી હેલ્પ ડેસ્ક ખોલવામાં આવ્યું છે.
7/7

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કહ્યું છે કે ડૉક્ટરો અને ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે, તેમણે ટ્વિટ કર્યું, "દાર્જિલિંગ જિલ્લાના ફાંસીદેવા વિસ્તારમાં એક દુ:ખદ ટ્રેન દુર્ઘટના વિશે જાણીને આઘાત લાગ્યો. વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. ડીએમ, એસપી, એમ્બ્યુલન્સ અને ડિઝાસ્ટર ટીમને બચાવ અને તબીબી સહાય માટે સ્થળ પર મોકલવામાં આવી છે.
Published at : 17 Jun 2024 11:01 AM (IST)
Tags :
Train Accident Darjeeling West Bengal Train Accident Goods Train Crash Kanchenjunga Express Train Tain Collide In Bengal Darjeeling West Bengal Train Accident Today Train Accident In West Bengal Train Accident West Bengal West Bengal Train Accident News West Bengal Train Accident Update Bengal Train Accident News West Bengal Train Newsઆગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રિકેટ





















