શોધખોળ કરો
અચાનક આદમપુર એરબેઝ પહોંચ્યા PM મોદી, એરફોર્સના જવાનો સાથે કરી મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કોઈપણ પૂર્વ સૂચના વિના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને એરફોર્સના જવાનો સાથે મુલાકાત કરી હતી.
આદમપુર એરબેઝ પહોંચ્યા PM મોદી
1/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે કોઈપણ પૂર્વ સૂચના વિના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અને એરફોર્સના જવાનો સાથે મુલાકાત કરી હતી.
2/6

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી. આ માહિતી વાયુસેના સાથે સંકળાયેલા લોકોએ આપી હતી. પીએમ મોદીએ આદમપુર એરબેઝ પર બહાદુર સૈનિકો સાથે વાતચીત કરી હતી. આ પહેલા તેમણે ગઈકાલે પોતાના સંબોધનમાં પાકિસ્તાનને ચેતવણી પણ આપી હતી.
3/6

પંજાબમાં સ્થિત આદમપુર એરબેઝ ભારતીય વાયુસેનાના મિગ-29નો બેઝ છે. અહીંની સ્ક્વોડ્રનને બ્લેક આર્ચર તરીકે ઓળખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આદમપુર એરબેઝની મુલાકાત માત્ર સુરક્ષાની દૃષ્ટિએ વ્યૂહાત્મક નહોતી પરંતુ તે સૈનિકોના મનોબળ માટે એક ઊંડો અને સકારાત્મક સંદેશ પણ બની હતી
4/6

આદમપુર એરબેઝ એ ભારતના વ્યૂહાત્મક હવાઈ સંરક્ષણ સ્થળોમાંનું એક છે, જે ઉત્તરીય સરહદોની નજીક આવેલું છે. મોદીએ અહીં વાયુસેનાના પાયલટ્સ અને ટેકનિકલ સ્ટાફ સાથે વાતચીત કરી હતી.
5/6

પીએમ મોદીની ગુપ્ત મુલાકાત વિશે કોઈ મીડિયા કવરેજ કે ઔપચારિક માહિતી આપવામાં આવી ન હતી, જે સ્પષ્ટ કરે છે કે આ મુલાકાત ફક્ત સૈનિકો સાથે સીધી વાતચીત કરવા અને જમીની પરિસ્થિતિ જાણવાના હેતુથી કરવામાં આવી હતી.
6/6

આદમપુર એરબેઝ ભૌગોલિક રીતે સંવેદનશીલ વિસ્તારમાં આવેલું છે. તેને ચીન અને પાકિસ્તાન બંને મોરચે ઝડપી જવાબ આપવા માટે તૈયાર રાખવામાં આવ્યું છે. આદમપુર એરબેઝની મુલાકાત લીધા પછી વડાપ્રધાન મોદી દિલ્હી પાછા ફર્યા છે અને હવે તેઓ 7 લોક કલ્યાણ માર્ગ (7LKM) ખાતેના તેમના સત્તાવાર નિવાસસ્થાને હાજર છે.
Published at : 13 May 2025 02:13 PM (IST)
View More
Advertisement





















