શોધખોળ કરો
પ્રેમિકા પર કાર ચઢાવાનો મામલો: અકસ્માત કરનાર કાર ગાયબ, પ્રિયા સિંહે પોલીસ પર લગાવ્યા નવા આરોપ
પ્રેમિકા પર કાર ચઢાવાનો મામલો: અકસ્માત કરનાર કાર ગાયબ, પ્રિયા સિંહે પોલીસ પર લગાવ્યા નવા આરોપ
તસવીર સોશિયલ મીડિયા
1/11

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના MDના પુત્ર અશ્વજીત ગાયકવાડ પર ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર ગર્લફ્રેન્ડ પ્રિયા સિંહે આરોપ લગાવ્યો છે કે તેણે તેને કારથી કચડીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. અશ્વજીત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પણ છે. હવે આ કેસમાં પીડિતાએ પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
2/11

પ્રિયા સિંહનું કહેવું છે કે ગત રાત્રે કેટલાક પોલીસકર્મીઓ તેમની પાસે આવ્યા હતા. તે તેને એક કાગળ પર સહી કરવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મારી પાસે વકીલ ન હોવાથી મેં ના પાડી. તેમજ મારા પરિવારમાંથી કોઈ ન હતું. તે મારા પર દબાણ કરતા હતા. તેઓ કહેતા હતા કે જે થાય તે કાલે જોઈ લેશુ પણ અત્યારે સહી કરી આપો. મેં સહી ના કરી એટલે તેઓ ગુસ્સે થઈને ચાલ્યા ગયા.
Published at : 17 Dec 2023 07:32 PM (IST)
આગળ જુઓ





















