શોધખોળ કરો
Thailand Tour: IRCTC મે મહિના માટે લાવ્યુ થાઇલેન્ડ ટૂર પેકેજ, માત્ર આટલા ખર્ચમાં મળશે અનેક સુવિધાઓ.....
આ પેકેજ દ્વારા તમે હૈદરાબાદથી સસ્તામાં થાઈલેન્ડ જઈ શકો છો. આ એક ફ્લાઈટ પેકેજ છે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/7

Thailand Tour: જો તમે વિદેશ જઇને હરવા-ફરવાનું વિચારી રહ્યા હોવ તો મે મહિનામાં થાઈલેન્ડ ટૂર બુક કરાવી શકો છો. આઈઆરસીટીસી વિદેશ પ્રવાસના શોખીનો માટે થાઈલેન્ડ ટૂર લઈને આવ્યું છે. અમે તમને તેની વિગતો વિશે જણાવી રહ્યા છીએ.
2/7

જો તમે ઉનાળાની ઋતુમાં વિદેશ પ્રવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે થાઈલેન્ડનું અદભૂત ટૂર પેકેજ લઈને આવ્યું છે.
3/7

આ પેકેજ દ્વારા તમે હૈદરાબાદથી સસ્તામાં થાઈલેન્ડ જઈ શકો છો. આ એક ફ્લાઈટ પેકેજ છે, જેમાં તમને કોલકાતાથી બેંગકોકની ફ્લાઈટ ટિકિટ મળશે.
4/7

આ પેકેજમાં તમને પટાયા અને બેંગકોક જવાની તક મળી રહી છે. આ પેકેજમાં તમને 3 સ્ટાર હોટલમાં રહેવાનું મળશે.
5/7

પેકેજમાં તમને નાસ્તો, લંચ અને ડિનરની સુવિધા મળી રહી છે. આ સંપૂર્ણ પેકેજ 4 દિવસ અને 3 રાત માટે છે.
6/7

પેકેજમાં પ્રવાસીઓને અંગ્રેજી બોલતા ટૂરિસ્ટ ગાઈડ અને ટ્રાવેલ ઈન્સ્યોરન્સનો લાભ મળી રહ્યો છે. તમે 5 મે, 2024 થી પેકેજનો આનંદ માણી શકો છો.
7/7

થાઈલેન્ડના આ ટૂર પેકેજમાં તમારે સિંગલ ઓક્યુપન્સી માટે 57,415 રૂપિયા પ્રતિ વ્યક્તિ ચૂકવવા પડશે. ડબલ ઓક્યુપન્સી માટે તમારે 49,040 રૂપિયા ચૂકવવા પડશે અને ટ્રિપલ ઓક્યુપન્સી માટે તમારે વ્યક્તિ દીઠ 49,040 રૂપિયા ચૂકવવા પડશે.
Published at : 28 Apr 2024 12:19 PM (IST)
આગળ જુઓ
Advertisement





















