શોધખોળ કરો
Twin Tower Demolition: કુતુબ મિનારથી પણ ઊંચા Twin Tower તોડી પડાયાં, જીઓટેક્સટાઈલ ફાઈબરમાં પણ પડી ગયા હોલ
નોઈડામાં ગેરકાયદેસર રીતે બનેલા આ ટ્વીન ટાવર્સને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આજે તોડી પાડવામાં આવ્યા હતા. આ ટાવર તોડતા પહેલા સ્થાનિક પ્રશાસને આસપાસના લોકો પાસેથી તેમના મકાનો ખાલી કરાવ્યા હતા.

ટ્વવીન ટાવર તોડી પડાયા
1/8

નોઈડા સુપરટેકના ટ્વિન ટાવરને રવિવારે તોડી પાડવામાં આવ્યા હતા. વિસ્ફોટ થતાની સાથે જ થોડીક સેકન્ડોમાં જ વિશાળ ઈમારત પત્તાના પોટલાની જેમ ધરાશાયી થઈ ગઈ.
2/8

આ દરમિયાન આસપાસની સોસાયટીની ઈમારતોને જીઓટેક્સટાઈલ ફાઈબરથી ઢાંકી દેવામાં આવી હતી, તેમાં કાણાં પડી ગયાહતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો..
3/8

બિલ્ડિંગથી દૂર ઊભેલા લોકોએ પણ જમીનના કંપનનો અનુભવ કર્યો. સાથે જ નજીકની ATS સોસાયટીની બાઉન્ડ્રી વોલને પણ નુકસાન થયું છે. આસપાસના વૃક્ષોને પણ થોડું નુકસાન થયું છે.
4/8

નોઈડા ઓથોરિટીના CEOના કહેવા પ્રમાણે, બધું પ્લાન મુજબ થયું છે. અંદર કોઈ વિસ્ફોટક તો નથી ને તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આજુબાજુની સોસાયટીમાં કોઈ સ્વામી નુકસાન નથી, બાકીની સ્થિતિ એક કલાક પછી જ સ્પષ્ટ થશે. તે જ સમયે, બિલ્ડિંગનો થોડો કાટમાળ પણ રોડ તરફ આવી ગયો છે.
5/8

આ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ટ્વીન ટાવર્સને તોડી પાડવાના સુપ્રીમ કોર્ટના આદેશના એક વર્ષ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. લગભગ 100 મીટર ઉંચો આ ટાવર થોડી જ સેકન્ડોમાં તોડી પાડવામાં આવ્યો હતો.
6/8

દિલ્હીના પ્રતિષ્ઠિત કુતુબ મિનાર (73 મીટર) કરતાં ઊંચા આ ટાવર્સને 'વોટરફોલ ઈમ્પ્લોઝન' ટેકનિકની મદદથી નીચે લાવવામાં આવ્યા હતા.
7/8

ટ્વીન ટાવર એ ભારતમાં તોડી પાડવામાં આવેલ સૌથી ઉંચુ બાંધકામ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા નોઈડાના સેક્ટર 93Aમાં સુપરટેક એમેરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીમાં 2009 થી 'એપેક્સ' (32 માળ) અને 'સાયન' (29 માળ) ટાવરનું બાંધકામ ચાલી રહ્યું હતું.
8/8

બિલ્ડિંગને તોડી પાડવા માટે 3,700 કિલોથી વધુ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
Published at : 28 Aug 2022 05:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દુનિયા
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
