માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખતા યોગ એક વરદાન સમાન છે. એક્સ્પર્ટના મત મુજબ માત્ર 20 મિનિટ નિયમિત યોગાસન કરવાથી આપ શરીરને હંમેશા સ્વસ્થ રાખી શકો
2/5
21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે દુનિયાભરમાં મનાવવામાં આવી રહ્યો છે. જો કે એક દિવસ યોગ કરવાની બદલે દિનચર્યામાં જીવનભર માટે તેને સામેલ કરવું જોઇએ. યોગને જીવનમાં સામેલ કરવાથી બેશક જીવનભર ફિટ કરી શકાય છે.
3/5
ભુજંગાસનને કોબરા પોઝ પણ કહે છે. તે મેટાબોલિઝ્મને સુધારે છે.વજન ઉતારવામાં આ આસન ખૂબ જ ફાયદાકારક છે. ફેફસાં અને હાર્ટ બ્લોકેજમાં પણ આ આસન કારગર છે. માનસિક તણાવ પણ આ આસનથી દૂર થાય છે.
4/5
મંડૂકાસન પણ ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે અને વજન ઉતારે છે. ખાસ કરીને મંડૂકાસનથી પેટ પર જામેલી ચરબી ધટે છે. પાચનતંત્રને મજબૂત બનાવે છે, ગેસ એસિડીટીથી પણ છૂટકારો આપે છે.
5/5
પર્વતાસન શરીરના કામકાજને બહેતર કરનાર મુખ્ય આસન છે. આ આસન કરવાથી અંગોની કામ કરવાની ક્ષમતા વધે છે. આ આસન કરવાથી ખભા અને ગરદનનો દુખાવો દૂર થાય છે. પાંસળી પણ મજબૂત બને છે.આ એક એવું આસન છે. તેનાથી લોઅર બોડી ફેટ ઓછું થાય છે.