શોધખોળ કરો
Traffic Rule: ભારતમાં માત્ર આ લોકોને છે વિના હેલમેટે બાઇક ચલાવવાની પરમિશન
જો તમે ભારતમાં રહો છો, તો રસ્તા પર ટૂ-વ્હીલર અથવા ફૉર-વ્હીલર ચલાવતી વખતે તમારે અહીં ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/7

Traffic Rule: જો તમે ભારતમાં રહો છો, તો રસ્તા પર ટૂ-વ્હીલર અથવા ફૉર-વ્હીલર ચલાવતી વખતે તમારે અહીં ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે, પરંતુ કેટલાક લોકોને આમાં પણ છૂટ મળી છે. શું તમે જાણો છે ભારતમાં કોણે કોણે હેલમેટ વિના બાઇક ચલાવવાની છૂટ આપવામાં આવી છે. જાણો અહીં....
2/7

દેશમાં એક નિયમ છે કે જો તમે બાઇક ચલાવતા હોવ તો હેલમેટ પહેરવું ફરજિયાત છે. વળી, જો તમારી બાઇક પર તમારી પાછળ કોઈ બેઠું હોય, તો તેના માટે પણ હેલમેટ પહેરવું ફરજિયાત છે.
3/7

જો કોઈ વ્યક્તિ આ નિયમનું પાલન ના કરે તો તેનું ચલણ ફાડવામાં આવે છે. આ માટે ટ્રાફિક પોલીસ તમને રોકીને ચલણ પણ આપી શકે છે. રસ્તા પર લાગેલા ટ્રાફિક કંટ્રોલ સીસીટીવી કેમેરા દ્વારા પણ તમારું ઓટોમેટિક ચલણ કાપી શકે છે.
4/7

જો કે, ભારતમાં અમૂક સમુદાયને બાઇક ચલાવતી વખતે હેલમેટ ન પહેરવાની છૂટ છે. આ સમુદાય શીખ સમુદાય છે.
5/7

પરંતુ અહીં તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આ છૂટ ફક્ત તે શીખો માટે છે જેઓ પાઘડી પહેરે છે, એટલે કે જો તમે પાઘડી પહેરો છો તો તમે હેલમેટ વિના બાઇક ચલાવી શકો છો.
6/7

વાસ્તવમાં, વર્ષ 1988માં પંજાબ હાઈકોર્ટે એક નિર્ણય આપતાં તે શીખોને જેઓ પાઘડી પહેરે છે તેમને બાઇક ચલાવતી વખતે હેલમેટ પહેરવાથી મુક્તિ આપી હતી.
7/7

ખરેખર, શીખ ધર્મ અનુસાર, શીખ પુરુષો માટે પાઘડીથી તેમના વાળ ઢાંકવા ફરજિયાત છે. જો તેઓ તેમના વાળને પાઘડી અથવા હેલ્મેટ સિવાયની કોઈપણ વસ્તુથી ઢાંકે છે, તો તે એક ટોપી તરીકે જોવામાં આવે છે, જે શીખો પહેરતા નથી.
Published at : 24 Dec 2023 09:40 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
