શોધખોળ કરો
Lok sabha election 2024: દિગ્ગજ વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી હાર આપનાર વર્ષા ગાયકવાડ વિશે જાણો
Lok sabha election 2024: દિગ્ગજ વકીલ ઉજ્જવલ નિકમને મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટ પરથી હાર આપનાર વર્ષા ગાયકવાડ વિશે જાણો

વર્ષા ગાયકવાડ
1/7

Lok sabha election 2024: મહારાષ્ટ્રના મુંબઈ નોર્થ સેન્ટ્રલ મતવિસ્તારમાંથી કોંગ્રેસના નેતા વર્ષા ગાયકવાડે જીત મેળવી છે. સવારથી આગળ ચાલી રહેલા ભાજપના ઉજ્જવલ નિકમ સામે કાંટે કી ટક્કર બાદ વર્ષા ગાયકવાડે જીત મેળવી હતી.
2/7

આ બેઠક પરથી ભાજપે ઉજ્જવલ નિકમને ટિકિટ આપી હતી. આ તરફ કોંગ્રેસ પાર્ટી દ્વારા વર્ષા ગાયકવાડને ટિકિટ આપવામાં આવી હતી. લોકસભા ચૂંટણીના 5માં તબક્કામાં અહીં મતદાન યોજાયું હતું.
3/7

મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા બેઠકમાં વિલે પાર્લે, ચાંદીવલી, કુર્લા, કાલીના, વાંદ્રે પૂર્વ અને વાંદ્રે પશ્ચિમ મતવિસ્તાર આવે છે. આ તમામ વિધાનસભા બેઠકો મુંબઈ ઉપનગરીય જિલ્લામાં આવે છે.
4/7

લોકસભા ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે તેના મુંબઈ એકમના પ્રમુખ વર્ષા ગાયકવાડને મુંબઈ ઉત્તર-મધ્ય લોકસભા સીટ માટે પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.
5/7

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન વર્ષા ગાયકવાડ મુંબઈના ધારાવી વિધાનસભા ક્ષેત્રમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલમાં તેમનું પદ સંભાળી રહ્યા છે.
6/7

મહા વિકાસ આઘાડી (MVA)ની સીટ-વહેંચણીની સમજૂતી હેઠળ કોંગ્રેસ આ વખતે મુંબઈની બે લોકસભા બેઠકો પર ચૂંટણી લડ્યા છે. કોંગ્રેસના ખાતામાં બીજી બેઠક મુંબઈ ઉત્તર છે.
7/7

ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) મુંબઈની અન્ય ચાર લોકસભા બેઠકો પર ચૂંટણી લડી. મુંબઈમાં 20મી મેના રોજ મતદાન થયુ હતું.
Published at : 04 Jun 2024 07:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
