શોધખોળ કરો
Weather Updates: આ રાજ્યોમાં ગરમી વર્તાવશે કહેર, IMDએ જાહેર કર્યુ લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Weather Updates: દેશમાં હવામાનની પેટર્ન બદલાવા લાગી છે. છેલ્લા 24 કલાકમાં પૂર્વોત્તર ભારતથી લઈને પંજાબ-કર્ણાટક સુધી હળવો વરસાદ થયો છે. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.
હવામાન અપડેટ્સ
1/8

ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે દેશમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. ઉત્તર ભારતના રાજ્યો હીટ વેવની અસરનો સામનો કરી રહ્યા છે, જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદ થયો છે. આવું જ કંઈક રવિવારે (21 એપ્રિલ) પણ જોવા મળશે.
2/8

IMDએ જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં વીજળી અને ગાજવીજ સાથે તોફાન આવી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 40-50 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તરપૂર્વ ભારતમાં હળવો વરસાદ પડી શકે છે.
Published at : 21 Apr 2024 07:27 AM (IST)
આગળ જુઓ





















