શોધખોળ કરો
ભારતમાં આ રાજ્યમાં દુનિયાની સૌથી મોંઘી કેરીનું થાય છે ઉત્પાદન, જાણો એક કિલોનો કેટલો છે ભાવ?
કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ વર્ષે ભારતમાં કેરીના ઉત્પાદનમાં 14 ટકાનો વધારો થવાની ધારણા છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ વર્ષે ભારતમાં કેરીના ઉત્પાદનમાં 14 ટકાનો વધારો થવાની ધારણા છે.
2/6

વાસ્તવમાં આપણે જે કેરી વિશે વાત કરી રહ્યા છીએ તે મિયઝાકી કેરી છે. આ કેરી વિશ્વની સૌથી મોંઘી કેરી હોવાનું કહેવાય છે. તે ખાસ કરીને જાપાનમાં જોવા મળે છે, પરંતુ તેનું ભારતના બંગાળ રાજ્યમાં પણ ઉત્પાદન થાય છે.
3/6

વિશ્વની સૌથી મોંઘી અને દુર્લભ કેરીનું ઉત્પાદન પણ પશ્ચિમ બંગાળમાં થાય છે. પશ્વિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં તેની ખેતી થાય છે.
4/6

દર વર્ષે મિયઝાકી કેરીના ભાવ રેકોર્ડ બનાવે છે. સરેરાશ તેની કિંમત 3 લાખ રૂપિયા પ્રતિ કિલો છે.
5/6

તે સૂર્યપ્રકાશમાં સંપૂર્ણપણે પાકે છે. જે પાક્યા પછી જાંબલી રંગની દેખાય છે. તે સ્વાદમાં પણ એકદમ અલગ છે. આ એક કેરીનું વજન 350 ગ્રામ છે.
6/6

આ કેરીના મોટાભાગના વૃક્ષો જાપાનમાં જોવા મળે છે. તેના ઉત્પાદનનો સમય એપ્રિલથી ઓગસ્ટ વચ્ચેનો છે.
Published at : 10 Apr 2024 07:59 PM (IST)
View More
Advertisement






















