શોધખોળ કરો
Anant- Radhika Pre Wedding: રાણી મુખર્જીથી લઇને દીપિકા-રણવીર અને એટલી પહોંચ્યા જામનગર, અનંત-રાધિકાના ફંક્શનમાં મચાવશે ધૂમ
Anant- Radhika Pre Wedding: અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન એક માર્ચથી 3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે. આ ઉજવણીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ પહોંચશે.

બોલિવૂડ સ્ટાર્સ જામનગર પહોંચ્યા હતા
1/7

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન એક માર્ચથી 3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે. આ ઉજવણીમાં બોલિવૂડના તમામ સ્ટાર્સ પણ પહોંચશે. ગુરુવારે સાંજે, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, રાની મુખર્જી સહિત ઘણા સેલેબ્સ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા ગુજરાતના જામનગર પહોંચ્યા હતા.
2/7

અભિનેત્રી રાની મુખર્જી પણ ગઈકાલે રાત્રે જામનગર પહોંચી હતી. દરમિયાન રાની મુખર્જી ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. બ્રાઉન ડેનિમ જીન્સ સાથે ચેક બ્લેઝરમાં રાની મુખર્જી એકદમ આકર્ષક લાગી રહી હતી.
3/7

આ દરમિયાન રાનીએ બ્રાઉન કલરના બૂટ અને ચશ્મા પહેર્યા હતા. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. દરમિયાન રાનીએ પાપારાઝીઓને અનેક પોઝ આપ્યા હતા.
4/7

શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ જવાનના ડિરેક્ટર એટલી પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે તેમના પરિવાર સાથે જામનગર પહોંચી ગયો છે. એટલી અને તેની પત્ની ક્રિષ્ના પ્રિયા અને પુત્રનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
5/7

જ્યારે એટલી બ્લેક આઉટફિટમાં જોવા મળ્યો હતો ત્યારે તેની પત્ની કૃષ્ણાએ કોડસેટ પહેર્યો હતો. પુત્રએ સફેદ સ્વેટર સાથે બ્લૂ ડેનિમ પહેર્યું હતું.
6/7

ઓરી એટલે કે ઓરહાન અવત્રામણી બોલિવૂડ સ્ટાર કિડ્સની દરેક પાર્ટીમાં જોવા મળે છે, તે પણ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયો છે. જામનગર પહોંચતા ઓરીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
7/7

પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ અનંત-રાધિકાના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયા છે. દરમિયાન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ વ્હાઇટ આઉટફિટમા જોવા મળ્યા હતા.
Published at : 01 Mar 2024 11:15 AM (IST)
Tags :
Mukesh Ambani Nita Ambani Isha Ambani Deepika Padukone Entertainment News Akash Ambani Jamnagar Anant Ambani Ambani Family Radhika Merchant Gujarat ENTERTAINMENT Anant Ambani Wedding Anant Ambani & Radhika Merchant Pre-wedding Festivities Anant Ambani Radhika Merchant Merchant Family Viren Merchant Radhika Merchant Wedding Guest List Anant Ambani-Radhika Merchant Wedding Guest List Anant-Radhika Pre Weddingવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
